સોરી... હવે હું વધુ જીવી શકું તેમ નથી, સેલવાસ PwD કાર્યપાલક ઇજનેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલવાસઃ સંઘપ્રદેશ દાનહના PWD વિભાગમાં  કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અધિકારી એસ.એસ.ભોયા (ઉ.વ.52)બુધવારે સવારે   પોતાના ઘરના બેડરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમણે આત્મહત્યા કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં કચેરીમાં વધુ પડતા કામના ભારણને લઇ તેઓ માનસિક તણાવમાં આવી આત્મહત્યાનું પગલુ ભર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે  પરિવારને છોડી જવા બદલ માફી પણ માંગી હતી. ઘટનાને પગલે સમગ્ર દાનહ પ્રશાસનિક વિભાગમાં ચક્ચાર ફેલાઇ જવાની સાથે લોકોએ આઘાતની લાગણી પણ અનુભવી હતી. જોકે, આ મામલે ખાતાના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સામે પણ આક્રોશ ફેલાયો છે.

 

દાનહ PWD ના કાર્યપાલક ઇજનેર એસ. એસ. ભોયા બુધવારે 6 વાગ્યાના સુમારે તેમના બેડ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં એમની દીકરી પ્રિયાએ જોયા હતા. પિતાની લાશને  લટકેલી હાલતમાં જોતાજ દીકરીએ બુમાબુમ કરી હતી. આ ઘટનાના સમાચાર વાયુવેગે સેલવાસમાં પ્રસરી ગયા હતા. જોત જોતામાં સહકર્મચારી અને અધિકારીઓનો કાફલો ભોયાના ઘરે  એકત્રિત થઇ ગયો હતો.ઘટનાની જાણ સેલવાસ પોલીસને થતા પોલીસે સ્થળપર ધસી જઇ ભોયાની લાશને નીચે ઉતારી  પીએમ માટે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં રવાના કરી હતી.

 

દાનહના PWD ના કાર્યપાલક ઇજનેર એસ.એસ.ભોયા એક આદિવાસી પરિવારના પ્રદેશના અંતરિયાળ વિસ્તાર એવા બીલધરી ગામાં રહીશ હતા.તેઓ છેલ્લા 25 વર્ષથી દાનહમાં નોકરી કરતા હતા.તેમના પરિવારમાં એક દીકરો અને એક દીકરી હતી જેમાંથી દીકરો પ્રિયાંક ગત બે વર્ષ અગાવ વાલ્વની બીમારીને લઇ મૃત્યુ પામ્યો હતો. સાધારણ પરિવારથી આવતા ભોયા ગૃહ જીવનમાં થોડી ગણી તકલીફ હોવા છતાં ખુશ હતા.

 

‘ઉપરી અધિકારીઓ ભોયા પાસે એવુ કયુ ખોટુ કામ કરાવવા માગતા હતા?’

 

દાનહના અધિકારીના મોતને મામલે પ્રશાસનની નીતિ રીતિ સામે અનેક સવાલો ઉઠયા છે. અધિકારીએ સ્યુસાઇડ નોટમાં માનસિક તાણનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે તેમની પાસે એવી તે કઇ કામગીરી કરાવવામાં આવી રહી હતી કે તેઓ ત્રાસી ગયા હતા અને આ અંતિમ પગલું ભરવુ પડયુ હતું. તેમને આપઘાત માટે દુષ્પ્રેરણા આપનારાઓને ઝબ્બે કરવા સીબીઆઇ તપાસની માગ ઉઠી છે. 

 

 

કાર્યપાલક ઇજનેર એસ.એસ.ભોયાએ અાત્મહત્યા કેમ કરી તે જાણવા અહીં ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...