Home » Daxin Gujarat » Latest News » Valsad » Prime Minister Narendra Modi addresses rally in Valsad

રાજીવ ગાંધી પર કટાક્ષ- મોદીએ કહ્યું, હવે કેન્દ્રમાંથી નીકળતા પૂરા 100 પૈસા લોકો સુધી પહોંચે છે

Divyabhaskar.com | Updated - Aug 24, 2018, 10:05 AM

રાજીવ ગાંધી પર કટાક્ષ - કહ્યું હવે કેન્દ્રમાંથી નીકળતા પૂરા 100 પૈસા લોકો સુધી પહોંચે છે

 • Prime Minister Narendra Modi addresses rally in Valsad

  વલસાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાતના મહેમાન હતા. વલસાડ ખાતે સભાને સંબોધિત કરતાં તેમણે રક્ષાબંધન પૂર્વે બહેનોને શુભેચ્છા આપતા 1.15 લાખ લાભાર્થીઓને ઈ-ગૃહપ્રવેશ કરાવ્યો હતો. આ તબક્કે તેમને 12 ફૂટ લાંબી રાખડી પણ આપવામાં આવી હતી તેનો તેમણે આભાર માન્યો હતો. તેમનું માનવું હતું કે, 1 લાખથી વધુ બહેનોને ઘરની ભેટ આપીને ભાઈના સ્વરૂપે તેઓ સંતોષ અનુભવી રહ્યા છે. વડાપ્રધાને વલસાડમાં વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓને સર્ટિફિકેટ પણ વહેંચ્યા હતા. તેમણે કહ્યું આજે કેન્દ્રમાંથી 1 રૂપિયો નીકળે છે તો લોકો સુધી પૂરેપૂરા 100 પૈસા પહોંચે છે. આ રીતે તેમની યોજનાઓ સફળ થઈ રહી છે.

  મોદીએ વલસાડમાં 1.15 લાખ મહિલાઓને ઈ-ગૃહપ્રવેશ કરાવ્યો, કહ્યું- આ રક્ષાબંધનની ભેટ

  હું હવે ટીવી અને મીડિયાને હિંમતથી પૂછી શકું છું કે, તમારે લાભાર્થીઓને લાંચ તો નથી આપવી પડી ને. મને તેમની આંખમાં સંતોષ દેખાય છે. મહિલાઓ કહે છે કે, તેમને તેમનો હક્ક મળ્યો છે. નીતિનિયમ હેઠળ બધુ થયું છે. તેમને એક રૂપિયો આપવો પડ્યો નથી. વડાપ્રધાને 600 કરોડ રૂપિયાની યોજનાઓની માતા-બહેનોને ભેટ આપું છું કહી જણાવ્યું કે, જળસંકટનો સામનો સૌથી વધુ તેમને કરવો પડે છે. તેમણે જ પરિવાર માટે બધી વ્યવસ્થા કરવી પડે છે. તેમણે જીવનના ઘણા વર્ષ આદિવાસિ ક્ષેત્રમાં વીતાવ્યા છે. તેમને હંમેશા એવો સવાલ થતો કે, અહીં ખૂબ વરસાદ હોવા છતાં દિવાળી પછી લોકોને પાણી માટે કેમ ટળવળવું પડે છે. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે નક્કી કરેલું કે હજારો કરોડો રૂપિયા ખર્ચીને ગુજરાતના તમામ વિસ્તારમાં નળથી પાણી મળે તેવી વ્યવસ્થા કરીશ. અમે નદીને 200 માળની ઊંચાઈએ લઈ જઈશું અને ત્યાંથી ઘરો સુધી પાણી પહોંચાડીશું. આ ટેકનિકની કમાલ છે.

  મહિલા લાભાર્થી સાથે 30 મિનિટ PMનો વાર્તાલાપ

  પોરબંદરની મહિલા- મોદી સાહેબ અમને ખૂબ તકલીફ હતી, હવે સુંદર ઘર મળ્યું છે
  મોદી-ઘર મળી ગયું હવે દીકરીઓને ભણાવશો ને?
  મહિલા- હા સાહેબ
  મોદી- ખાતામાં પૈસા જમા થઇ ગયા? મકાન પાકું છે?
  મહિલા- હા સાહેબ, મકાન પણ પાકું અને સુંદર છે.
  પાવીજેતપુરની મહિલા- ઝુંપડામાં રહેતા હતા સાહેબ,હવે જમીન આપી ઘર પણ આપ્યું તમે
  મોદી-હું પહેલા પાવીજેતપુરમાં રહેતો હતો.બધાને ઓળખું છું.ડો.મહેન્દ્ર વીમાવાળા હતા તમને ખબર છે?
  મહિલા- હા ખબર છે.
  નલિયાની મહિલા- ભાડાના મકાનમાં રહેતા હતા
  મોદી- મકાન કેવા છે?
  મહિલા-ખૂબ સારા,વિલાયતી નળિયાવાળા પાકા
  મોદી-ખાલી કહેવા પુરતું છે કે ખરેખર સારા છે?

  મહિલા- મકાન ખરેખર સારા છે.
  મોદી- રણોત્સવનો લાભ લો છો કે નહિ? હસ્ત કળાની વસ્તુઓ વેચાય છે?
  મહિલા-હા સાહેબ, બાંધણી બાંધીએ છીએ.
  જૂનાગઢની મહિલા- બધી સુવિધા સાથે ઘર મળ્યું. મારા ઘરે સોનાનો સુરજ ઉગ્યો છે.આભાર સાહેબ.
  મોદી- ભલે
  પ્રાંતિજનું સિતવાડા ગામની મહિલા- ઘર બની ગયું હવે સુખશાંતિ છે સાહેબ
  મોદી- બાળકો ભણે છે? દિકરીને ભણાવો છો કે ખેતરમાં જ મોકલો છો?
  મહિલા-ઘરનું સ્વપ્ન હતું તે પુરુૂં થયું સાહેબ,દીકરીને ભણાવીએ છીએ.
  મોદી- સરસ
  અરવલ્લીની મહિલા- બધુ મળી ગયું હવે સૌ ખુશ છીએ
  મોદી- શૌચાલયમાં ઘાસચારો તો નથી ભરતા ને? બકરી બાંધે તેવુ તો નથી ને?ઉપયોગ કરો છો ને?
  મહિલા- ના સાહેબ,અમો તેનો ઉપયોગ કરીએ છીએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ