દેશના પહેલાં ગુજરાતી વડા પ્રધાન સ્વ. મોરારજી દેસાઈનો ગરબે રમતો વીડિયો સામે આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશના પહેલા ગુજરાતી વડા પ્રધાન સ્વ. મોરારજી દેસાઈનો ગરબે ઘૂમતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વર્ષ 1962નો અને વલસાડના ભડેલી ગામનો હોવાનું માનવામાં આવે છે. મોરારજીભાઈને જોઈને સમજી શકાય છે કે, 56 વર્ષ પહેલાં ગરબાના સ્ટેપ્સ કેવા હતા. 66 વર્ષની ઉંમર છતાં મોરારજીભાઈ પોતાના જોડીદાર સાથે એટલી જ સ્ફૂર્તિથી ગરબે રમી રહ્યા છે. ઢોલ અને શરણાઈના તાલે અચકો મચકો કારેલી ગીત વાગી રહ્યું છે અને મોરારજીભાઈ એટલા જ ઉમંગથી ગરબે રમી રહ્યા છે. લોકો તેમના પર રૂપિયાની નોટો ફેરવી ઢોલીને આપી રહ્યા છે. 
અન્ય સમાચારો પણ છે...