દિવ્યાંગો માટે અનોખી મોડિફાઇડ બાઈક, જાણો ખાસિયત

Hasin Saikh

Hasin Saikh

May 21, 2018, 12:23 AM IST
નયન મિસ્ત્રીના જણાવ્યા મુજબ, ઘણાં દિવ્યાંગોને ડ્રાઇવિંગ પણ શીખવું છું
નયન મિસ્ત્રીના જણાવ્યા મુજબ, ઘણાં દિવ્યાંગોને ડ્રાઇવિંગ પણ શીખવું છું
આરટીઓના નિયમ મુજબની ટ્રેઇનિંગ ફ્રીમાં આપી તેને મદદરૂપ થવા પ્રયત્ન કરું છું
આરટીઓના નિયમ મુજબની ટ્રેઇનિંગ ફ્રીમાં આપી તેને મદદરૂપ થવા પ્રયત્ન કરું છું

વલસાડ: વલસાડના અેક મિકેનિકે પગથી લાચાર દિવ્યાંગો માટે અનોખી મોડિફાઇડ મોટરસાઇકલ બનાવી છે. જે વાહન વસાવવાનાં શમણાં સેવતા હજારો દિવ્યાંગોનાં જીવનમાં આશાનું કિરણ બની રહેશે. અત્યાર સુધી આ મિકેનિકે દિવ્યાંગો માટે 6 જેટલી મોટરબાઇક બનાવી છે. વલસાડના તિથલ રોડ પર રહેતા અને મદનવાડ પાણીની ટાંકી પાસે ઓટોમોબાઇલ એન્જિનીયરિંગનું કામ કરતા નયન મિસ્ત્રી વર્ષોથી મિકેનિકનું કામ કરે છે.તેમની પાસે અનેકવાર પોલિયોગ્રસ્ત દિવ્યાંગો,અકસ્માતમાં પગ ગુમાવી દીધો હોય કે ગેંગરિંગની બિમારીથી પગ કાપવાની નોબત આવી હોય તેવા દિવ્યાંગો માટે ખાસ મોડિફાઇડ કરેલી મોટરસાઇકલ બનાવી આપવાની ઓફર આવતી હતી.

દિવ્યાંગ સાથે 3 વ્યક્તિ બેસી શકે

મોડિફાઇડ મોપેડ તો મળી જાય છે પરંતુ તેની એવરેજ મોંઘી પડતી હોય છે.તેવા સંજોગોમાં જો માઇલેજ આપતી મોટરબાઇક દિવ્યાંગો માટે પણ હોય તો આર્થિક રીતે ફાયદો મળે તેમ માની નયન મિસ્ત્રીએ દિવ્યાંગો માટે મોડિફાઇડ મોટરબાઇક બનાવવાનું બીડું ઝડપ્યું હતું. દિવ્યાંગોને મોડિફાઇડ વાહન લેવા માટે મુંબઇ,અમદાવાદ,વડોદરા સુધી જવું પડે અને સર્વિસ,રિપેરિંગના પ્રશ્નો માટે વારંવાર હાલાકી ભોગવવી ન પડે તે માટે વલસાડમાં આ મિકેનિકે હેન્ડિકેપ માટે વાહન બનાવ્યુ છે,જેની સર્વિસ,રિપેરિંગ વલસાડમાં ઉપલબ્ધ હોવાથી પરેશાની થતી નથી.


ઘસડાઇને ચાલવું પડે તેવી સ્થિતિ હતી,હવે રાહત મળી


બારડોલી સરભોણના દિવ્યાંગ ખેડૂત ઉમેશ પટેલે જણાવ્યું કે, વલસાડમાં દિવ્યાંગો માટે 3 સીટના વધારા સાથે મોડિફાઇડ બાઇકની જાણ થઇ હતી. નયનભાઇ પાસે આ વાહન બનાવડાવ્યુું છે.જીવનમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો છે.બંન્ને પગમાં ખોડ છે,ઘસડાઇને ચાલવુ પડે છે. ખેતી અને શાકભાજીના વેચાણ માટે મારકેટ સુધી જવા રાહત થઇ. આ બાઇક મારા અને પરિવાર માટે ખુબ ઉપયોગી નિવડી છે.

આગળ વાંચો: ખાસિયત

X
નયન મિસ્ત્રીના જણાવ્યા મુજબ, ઘણાં દિવ્યાંગોને ડ્રાઇવિંગ પણ શીખવું છુંનયન મિસ્ત્રીના જણાવ્યા મુજબ, ઘણાં દિવ્યાંગોને ડ્રાઇવિંગ પણ શીખવું છું
આરટીઓના નિયમ મુજબની ટ્રેઇનિંગ ફ્રીમાં આપી તેને મદદરૂપ થવા પ્રયત્ન કરું છુંઆરટીઓના નિયમ મુજબની ટ્રેઇનિંગ ફ્રીમાં આપી તેને મદદરૂપ થવા પ્રયત્ન કરું છું
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી