તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલે જૂજવામાં મોદીની સભા: સ્ટેટ હાઈવેના માર્ગો 7 કલાક બંધ, વાહનચાલકોને ચકરાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ: વલસાડના જૂજવા ગામે 23 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાળ જાહેર સભા માટે વલસાડ-ધરમપુર તાલુકાના સ્ટેટ હાઇવેના તમામ માર્ગો પરથી વાહનોના પસાર થવા પર સવારથી બપોર સુધીના 7 કલાક માટે પ્રતિબંઘ લાદતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધ સવારથી બપોર સુધી લાગૂ રહેશે તેવો આદેશ કરાયો છે. જોકે આ જાહેરનામાને પગલે વલસાડ ધરમપુર તાલુકાના 17 જેટલા ગામોને આ સ્ટેટ હાઈવે જોડતો હોય ગુરૂવારે સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી હજારો વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડશે. અને જો પીએમના કાર્યક્રમમાં મોડું થાય તો વાહનચાલકોની હાલત વધુ કફોડી થશે. 

 

ધરમપર -વલસાડ તાલુકાના લાકો માટે 3 ડાયવર્ઝન અપાશે

 

વડાપ્રધાન મોદીની આ જાહેર સભા 2019ની ચૂંટણી માટેની પ્રથમ કવાયત હોવાની રાજકીય બેડામાં ચર્ચા ઉઠી છે. જેની શરૂઆત વલસાડથી શરૂ થઇ રહી હોવાનું મનાઇ રહ્યું છે. આ સભામાં પીએમ મોદી રૂ.1400 કરોડના ખર્ચે તૈયાર થયેલી રાજ્યના 24 જિલ્લાની પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને ધરમપુર કપરાડા તાલુકાની રૂ.600 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરશે. રાજકીય સમીક્ષકો આટલી વિશાળ યોજના લોકહિત માટે સાકાર કરવા જઇ રહ્યા છે.

 

ત્યારે પીએમ મોદીની આ સભા આગામી લોકસભાની ચૂૂંટણી માટે આ મહત્વની ગણાઇ રહી છે. જેની સફળતા માટે પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપ કોઇ કસર છોડવા માગતું નથી. જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર પણ ભારે દોડધામમાં પડ્યું છે. સભામાં કોઇ તકલીફ ન પડે તે 23 ઓગસ્ટે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી 7 કલાકના સમયગાળા માટે વલસાડ ધરમપુર તાલુકાના ગામોમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે નં.67ના તમામ માર્ગો પરથી તમામ પ્રકારના વાહનોને પસાર થવા પર પ્રતિબંધ જાહેર કરતું જાહેરનામુ નિવાસી અધિક કલેકટર કમલેશ બોર્ડરે બહાર પાડ્યું છે.

 

વડાપ્રધાનની સભા માટે ડિઝાસ્ટર વિભાગે કન્ટ્રોલરૂમ શરૂ કર્યો 


છેલ્લા 3 દિવસથી પ્રવર્તી રહેલા વરસાદી માહોલના પગલે પીએમની સભાને અનુલક્ષી ડિઝાસ્ટર વિભાગે કન્ટ્રોલરૂમ શરૂ કરી દીધો છે. પીએમની જાહેર સભા માટે ડિઝાસ્ટર વિભાગ પણ સર્તક થઇ  ગયું છે. ડિઝાસ્ટરને લગતી કોઇ પણ જાણકારી આ વિભાગના ફોન નંબર ઉપર આપી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.વલસાડ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના ફોન નં.02632-243238,240212 અને 249335 ઉપર સંપર્ક કરી ડિઝાસ્ટર શાખામાં જાણકારી આપી શકાશે.આ વ્યવસ્થા હેઠળ કોઇપણ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્રએ ઝિણવટભરી સતર્કતાને અનુસરવાની તૈયારી કરી છે.

 

વલસાડ ધરમપુર આવવા જવા આટલા ડાયવર્ઝન  


વલસાડથી ધરમપુર જતાં વાહનોએ જૂજવા ત્રણ રસ્તા થઇ કાંજણહરિ,કાંજણ રણછોડ, કાંપરિયા દુલસાડ થઇ બારસોલ જઇ શકશે.જ્યારે ધરમપુરથી વલસાડ આવતા વાહનો વાંકલ નવાપાડાથી ઓઝર ગામ થઇ રાબડા,નવેરા,ચણવઇ થઇ અતુલ નેશનલ હાઇવે નં.48 થઇ વલસાડ જઇ શકશે.વાંકલ ગામ અડધે રસ્તેથી પસાર થતાં વાહનોને પાથરી,વાંકીનદી ક્રોસ ત્રણ રસ્તા થઇ પારનેરા-ચણવઇ ને.હા.48 થઇ જઇ શકશે.
 

મેડિકલ એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર આવી શકશે


પીએ મોદીની જાહેર સભા માટે ફરજ પર મૂકાયેલા સરકારી કચેરી,પોલીસ તંત્રના વાહનો,મેડિકલ એમ્બ્યુલન્સ,ફાયર ફાઇટરના વાહનોને આ પ્રતિબંધ લાગૂ પડશે નહિ.વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફરજાધિન જતા તમામ પ્રકારના સરકારી-ખાનગી વાહનોને પણ લાગૂ રહેશે નહિ.