વલસાડના જગન્નાથજીની મૂર્તિ લીમડાના વૃક્ષમાંથી બનેલી છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ: વલસાડના છીપવાડ સ્થિત પ્રાચીન જગન્નાથ મંદિરનો ઈતિહાસ અનેરો અને રોચક રહ્યો છે. આ મંદિર માં બિરાજતા જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્દજીની મૂર્તિઓ લીમડાના વૃક્ષમાંથી બનાવેલી છે, અને તેને જગન્નાથપુરીના મૂર્તિકારે પુરીમાં જ બનાવી તૈયાર કરી છે. વલસાડનું જગન્નાથ મંદિર 250થી 300 વર્ષ પુરાણું છે. ગુજરાતમાં માત્ર અમદાવાદ અને વલસાડમાં જ રથયાત્રા નિકળતી હતી. આ મંદિર વિશે વધુ વાત કરતાં ડો નયના દેસાઈ જણાવે છે કે, ઔરંગા નદીના કિનારે વર્ષો પૂર્વે એક મહાત્મા રથ લઈને આવ્યા હતા. એમાં  જગન્નાથ ભગવાન સાથે હતા. તેઓ કિનારે એક ઝૂંપડી બાંધી રહેતા હતા. પૂજા ભક્તિ કરતા કરતા જ્યારે તેમનો અંત સમય નજીક આવ્યો ત્યારે હાલના ટ્રસ્ટી કલ્પેશ કનૈયાલાલ પટેલની પૂર્વની પાંચમી પેઢીને આ મહાત્માએ જગન્નાથજી સોંપ્યા હતા. બાદમાં ભગવાન ઝૂંપડીમાંથી મંદિરમાં આવ્યા.

 

મૂર્તિ લીમડાના વૃક્ષમાંથી બનેલી છે

 

હાલમાં જે મંદિર છે, તે જગ્યા પર બિલ્ડર શાંતિભાઈ પ્રજાપતિ જ્યારે કામ કરવાતા હતા, તે દરમિયાન શિવલિંગ-શાલિગ્રામ અને કેટલાક અવશેષો મળ્યા હતા. અહિં બિરાજીત ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બલરામજીની મૂર્તિ લીમડાના વૃક્ષમાંથી બનેલી છે, અને તે જગન્નાથ પુરીના શિલ્પકારે જ બનાવી છે.આ ત્રણેય મૂર્તિઓ રથયાત્રા દરમિયાન રથમાં બિરાજીત થઈ દરવર્ષે નિકળતી રથયાત્રામાં ‘જય રણછોડ, માખણચોર’ના નારા અને બેન્ડવાજા, ડીજે મ્યુઝિકની સાથે ભક્તિ સંગીતની રમઝટ સાથે બે હજારથી વધુ ભક્તો ઉત્સાહભેર જોડાય છે. આ મંદિરમાં વર્ષોથી સીતાબેન રમેશભાઈ, કલ્પેશ કનૈયાલાલ, જીવણ ભાણા, શાંતિભાઈ અને ઈન્દુબેન માવાણીનો પરિવાર પૂજા-સેવામાં ખૂબજ સક્રિય રહ્યો છે.

 

આ મંદિરમાં સાત મહંતો ગાદિપતિ બન્યા છે


જગન્નાથજી મંદિરે મારા અગાઉ 6 મહંતો ગાદિ સંભાળતા હતા. જેમાં પહેલા સુમેરદાસજી, ગિરધરદાસજી, બલરામદાસજી, રામદાસજી, મહાવીર દાસજી અને શ્યામદાસજી ગુરૂ રાધામહંત. આ બધા રામાનંદજીના શિષ્યો હતા. રામાનંદજીના મુખ્ય શિષ્યો માં સહજાનંદ સ્વામી, કબીર અને રવિદાસ વગેર હતા. - મહંત શ્યામદાસજી ગુરૂ સુખદેવદાસજી, જગન્નાથજી મંદિર, વલસાડ

અન્ય સમાચારો પણ છે...