વલસાડ: વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં શનિવારે રાત્રે પાલિકાની ગત ચૂંટણીની જૂની અદાવતને લઈ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા બેને માથાના ભાગે અને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્તોને સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. શનિવારે રાત્રે ધોબીતળાવ જકાતનાકાની બાજુમાં જૂની અદાવતને લઈ ધીગાંણું થયું હતું. પાલિકાની ગત ચૂંટણીમાં સુનિલ ઉર્ફે કાવો ભાજપ તરફે ઉભો હતો. જેનો પરાજય થયો હતો. જ્યારે અપક્ષ પેનલના ઉમેદવારોનો વિજય થયો હતો. જેના પ્રચારમાં વસંત ખુશાલ ચૌહાણ અને તેના ભાઈ વિનોદે રિક્ષા ફેરવીલ હતી.
ધોબીતળાવમાં રાત્રે ધિંગાણું, તલવાર ઉછળી
તેની અદાવત રાખી શનિવારે રાત્રે વસંતના ભાઈ વિનોદ અને તેમની સામે રહેતા સુનિલ શંકર રાઠોડ અને આનંદ શંકર રાઠોડ સાથે સુનિલ કાવો સુરેશ નાયકા, કલ્પેશ સુરેશ નાયકા, યોગેશ ઉર્ફે યોગો મુકેશ નાયકા અને ગઉં એ મારામારી કરી હતી. જેમાં સુનિલ કાવોએ વિનોદને તલવારના હાથા વડે માથા ના,મોઢાના અને શરીરના ભાગે તેમજ યોગેશે સુનિલ શંકર રાઠોડને જમણા હાથમાં તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે માર મારી તેમજ કલ્પેશ અને ગઉં એ આનંદને ઢીક્કામુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.