ધરમપુરના તબીબની કમાલઃ દેશની સૌથી મોટી 1.365 કિલોની પથરીનું કર્યું સફળ ઓપરેશન, લિમ્કા બુકમાં સ્થાન પ્રાપ્ત થયું

બ્રાઝીલના એક તબીબે દર્દીના યુરીનરી બ્લેડરમાંથી 1.900 કિલોની પથરી કાઢયાનો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ નોંધાયો છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 12:50 AM
In Dharampur the Limca Book of the country's largest stone carriage of 1.365 kg

ધરમપુર: ધરમપુરના તબીબે દર્દીના યુરીનરી બ્લેડરમાંથી 1.365 કિલોની મસમોટી પથરી કુનેહપૂર્વક બહાર કાઢી મેળવેલી વિક્રમી સફળતાને લિમ્કા બુક ઓફ રેકર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તબીબે મેળવેલી આ સિધ્ધીને લિમ્કા બુક ઓફ રેકર્ડમાં સ્થાન મળવાની દિવ્ય ભાસ્કરે ગત તા.9 એપ્રિલ,2017 ના અંકમાં વ્યકત કરેલી સંભાવના સાચી સાબિત થઇ છે. બ્રાઝીલના એક તબીબે દર્દીના યુરીનરી બ્લેડરમાંથી 1.900 કિલોની પથરી કાઢયાનો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ નોંધાયો છે. ધરમપુરના તબીબે હોસ્પિટલ ખાતે રવિવારે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર જાહેરાત કરી હતી.


ધરમપુરની સર્પદશોના કેસોમાં સંજીવની સમી સાંઇનાથ હોસ્પિટલમાં ગત વર્ષ શહેરના રામવાડીના 45 વર્ષીય મહેશભાઇ રસીકભાઇ પટેલ યુરીનમાં અસહ્ય પીડા અને થતી બળતરાને લઇ પત્નિની સલાહથી એકસ-રે કઢાવી સીધા પહોંચ્યા હતા. જયાં તબીબ ર્ડા. ડી.સી.પટેલ એકસ-રે માં જોવા મળેલા સફેદ આકારને લઇ આવાક થયા હતા. ડો.ડી.સી.પટેલે તાત્કાલિક દર્દીની કરાવેલી સોનોગ્રાફીમાં મોટી પથરી હોવાનાઓપરેશન કરી પથરીને બહાર કાઢી હતી. ડો.લોચન શાસ્ત્રી, ડો.હેમંત પટેલ અને ડો. નિતલ પટેલના સહયોગથી આશરે 1 કલાકથી વધુ સમયના ઓપરેશન બાદ 1.365 કિલો વજન ધરાવતી અને 15x12x10 cm, 5.9x4.7x3.9 inch. માપની પથરી સફળતાપૂર્વક બહાર કાઢી હતી. રીસર્ચના અંતે લીમ્કા બુક ઓફ રેકર્ડમાં સ્થાન આપી પ્રમાણપત્ર એનાયત કરાયું છે.

X
In Dharampur the Limca Book of the country's largest stone carriage of 1.365 kg
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App