કરૂણ મોત / કરૂણ મોત/ વાપી નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર દંપતીનું ઘટના સ્થળે મોત

ટ્રકની અડફેટે આવી જતા બાઇક ઉપર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

DivyaBhaskar.com | Updated - Dec 06, 2018, 04:09 PM
મૃતક પતિ-પત્ની ડુમલાવ ગામના રહ
મૃતક પતિ-પત્ની ડુમલાવ ગામના રહ

* અકસ્માતના પગલે મુંબઇ-અમદાવાદ હાઇ-વે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા


* દંપતીનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ

સુરતઃ
વાપી નજીક બલીઠા પાસે બાઇકને અકસ્માત નડ્યો હતો. જેમાં દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પૂરપાટ જતી ટ્રકે બાઈકને અડફેટે લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતક પતિ-પત્ની ડુમલાવ ગામના રહેવાસી

મળતી માહિતી અનુસાર, વાપી નજીક આવેલા બલીઠા પાસે આજે(ગુરુવાર) પૂરપાટ ઝડપે દોડતી ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. ટ્રકની અડફેટે આવી જતા બાઇક ઉપર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ દોડી આવી હતી. સાથે સાથે પ્રાથમિક કાર્યવાહી પણ હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે મૃતક પતિ-પત્ની ડુમલાવ ગામના રહેવાસી હતા.

X
મૃતક પતિ-પત્ની ડુમલાવ ગામના રહમૃતક પતિ-પત્ની ડુમલાવ ગામના રહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App