• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • આભ ફાટતા વલસાડ જિલ્લો બેટમાં ફેરવાયોઃ જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી | Heavy Rain In Valsad District People Effected Badly Every Ware Water

આભ ફાટતા વલસાડ જિલ્લો બેટમાં ફેરવાયોઃ જ્યાં જૂઓ ત્યાં પાણી..પાણી..

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. દે ધના ધન રીતે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાવકતાં ઘણા સ્થળો બેટમાં ફેરવાઈ ગયાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. રેલવે ટ્રેક ધોવાઈ જતાં ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયાં હતાં. જેથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય તેવા દ્રશ્યો સર્જાયાં હતાં.દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે ગાંધીનગરમાં સ્ટેટ કન્ટ્રોલ દ્વારા તાકીદની બેઠક બોલાવાઈ હતી. જેમાં રાહત કમિશનર મનોજ કોઠારીના અધ્યક્ષ સ્થાને રાહત અને બચાવના લેવાયેલા પગલાં અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. 

 

વરસાદથી સર્જાઈ તારાજી

 

વલસાડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. અથાલ અને ખાનવેલ રોડ પર ઝાડ પડવાની ઘટના સામે આવી હતી. જેથી વનવિભાગ અને ફાયરવિભાગની ટીમ દોડતી થઈ હતી. ભારે વરસાદથી નેશનલ હાઇ-વે નં. 48 પર ઉદવાડા પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉમરગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.  ઉમરગામનું નારગોલ ગામનું તળાવ ઓવર ફ્લો થઈ ગયું હતું.  તળાવ ઓવર ફ્લો થતા નારગોલ-મરોલી રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. વાપી-સેલવાસ રોડ પર ચાણોદ ગામ પાસે રસ્તા ઉપર પાણી ભરાયા હતાં. કૈલાશ રોડ પર પણ પાણી ભરાતા છીપવાડ-કૈલાશ રોડ વચ્ચે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.  મોગરાવાડી, કેરી માર્કેટ, મોરારજી ચાલ, છીપવાડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતાં. વાપી-સેલવાસ રોડ અને રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતાં. સાથે જ  રેલવે લાઈન પર પાણી ભરાતા રેલવે વ્યવહારને અસર થઈ હતી. અને મોટાભાગની ગાડીઓ અડધો કલાક મોડી ચાલી હતી.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર