ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Daxin Gujarat » Latest News » Valsad» Gujarats Farmer Earned Millions In Tissue Culture Sugarcane Nursery

  ગુજરાતના આ આદિવાસી ખેડૂતે ‘ટિશ્યુકલ્ચર’ શેરડીની નર્સરીથી કરી લાખોની આવક

  Bhaskar News, Dharampur | Last Modified - Mar 26, 2018, 01:01 AM IST

  આંબા તલાટના આદિવાસી યુવાને કર્યો આધુનિક પ્રયાસ, 40 ખેડૂતોને રોપા આપી આવતે વર્ષે એમાંથી સારી ગુણવત્તા વાળી 2000 ટન શેરડી
  • દીપક ખુશાલ વાહુત, ખેડૂત, ધરમપુર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીપક ખુશાલ વાહુત, ખેડૂત, ધરમપુર

   ધરમપુર: ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામનો 30 વર્ષીય શિક્ષિત આદિવાસી યુવાન અર્ધા એકરમાં શેરડીની આધુનિક ટીસ્યુ કલચર નર્સરી થકી રોપાનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. સરકારી યોજના થકી ગત વર્ષે શેરડીની સફળ ખેતી કરી એનાર્ડે ફાઉન્ડેશન, ધરમપુરના પ્રોજેકટ ઓફિસર અને ફિલ્ડ ઓફિસરના માર્ગદર્શન હેઠળ શેરડીમાંથી ટીસ્યુ કલચર નર્સરી બનાવી રોપાનું ઉત્પાદન કરી વિવિધ વિસ્તારમાં વેચાણ થકી લાખો રૂપિયાની આવક રળી રહ્યો છે.

   ધરમપુરની એનાર્ડે ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષે જી.એસ.એફ.સી. બરોડા તેમજ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વલસાડની પ્રાયોજના વહીવટદારની કચેરી મારફતે દિપક વાહુતને ટીસ્યુ કલચર શેરડી ખેતીનો લાભ અપાવ્યો હતો. જેમાં તેને 3500 શેરડીના રોપા અને 20 ગુણ ખાતર અપાયું હતું. જેના થકી ગત વર્ષે વરસાદની ઋતુમાં એક એકર જમીનમાં રોપાની વાવણી કરી હતી.

   શેરડીનો પાક તૈયાર થતા એનાર્ડે ફાઉન્ડેશનના પ્રોજેકટ ઓફિસર ચેતનસિંહ ઠાકોર અને ફિલ્ડ સુપરવાઈઝર હિતેશ ભીંસારાએ ખેડૂતને શેરડીના પાકને વેચવાની સ્થિતિમાં 50થી 60 હજાર રૂપિયા મળી શકે પરંતુ આ શેરડીમાંથી ટીસ્યુ કલચર નર્સરી બનાવી રોપાનું ઉત્પાદન કરવામાં આવે તો વધુ આવક મળી શકે એમ માર્ગદર્શન આપ્યું હતું. જેને લઈ ખેડૂતે તેમના માર્ગદર્શન હેઠળ અર્ધા એકરમાં શેરડીની ગાંઠ અને ખાતર, માટીની નર્સરી બેગ ટીસ્યુ કલચર નર્સરીમાં બનાવી અઢી લાખ રોપા તૈયાર કર્યા હતા.

   પ્રતિ રોપા રૂપિયા 4 ના હિસાબે રૂપિયા 10,000,00નું ઉત્પાદન તૈયાર કર્યું હતું. અને જી.એસ.એફ.સી. બરોડા દ્વારા આ રોપા સમયાંતરે સ્થળ પર આવી લઈ જવામાં આવી રહ્યા છે. સાથે આ રોપા ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોના ખેડૂતો દ્વારા પણ આ રોપા ખરીદી રહ્યા છે.

   GSFCનો જ 2 લાખ રોપાનો ઓર્ડર

   જી.એસ.એફ.સી.બરોડાનો બે લાખ રોપાનો ઓર્ડર મળ્યો છે. સાથે અન્ય ખેડૂતો પણ આ રોપા લઈ જાય છે- દીપક ખુશાલ વાહુત, ખેડૂત, ધરમપુર

   આગળ વાંચો: માત્ર 1.50 રૂપિયામાં તૈયાર થતો છોડ 5 રૂપિયા સુધીમાં વેચાણ થાય

  • માત્ર 1.50 રૂપિયામાં તૈયાર થતો છોડ 5 રૂપિયા સુધીમાં વેચાણ થાય- ફાઈલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   માત્ર 1.50 રૂપિયામાં તૈયાર થતો છોડ 5 રૂપિયા સુધીમાં વેચાણ થાય- ફાઈલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Gujarats Farmer Earned Millions In Tissue Culture Sugarcane Nursery
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Daxin gujarat

  Trending

  Top
  `