લોકરક્ષક દળની પરીક્ષા / વલસાડઃ લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા વાલીઓ અકળાયા, વળતર માટે કરી માંગ

DivyaBhaskar.com

Dec 02, 2018, 07:41 PM IST
પોલીસે વાલીને સમજાવી મામલો થાળે પાડ્યો
પોલીસે વાલીને સમજાવી મામલો થાળે પાડ્યો

સુરતઃ ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા આજે રદ કરી દેવામાં આવી છે. પેપર લીક થતા ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પરીક્ષા રદ કરતી જાહેરાત કરી હતી. જેથી વલસાડ ખાતે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ અકળાયા હતા. અને વળતર આપવાની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો હતો.પરીક્ષા રદ થઈ હોવાની જાણ થતા રોષ

વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં આજે પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા હતા. જોકે, પેપર લીક થઈ જવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આવેલા અલગ અલગ સેન્ટરો પર સમગ્ર ગુજરાતમાંથી ઉમેદવારો પરીક્ષા માટે આવ્યા હતા. સવારથી આવી ગયેલા ઉમેદવારોને પરીક્ષા રદ થઈ હોવાની જાણ થતા રોષે ભરાયા હતા. જ્યારે ઉમેદવારો સાથે આવેલા વાલીઓ પણ અકળાઈ ઉઠ્યા હતા. વલસાડના મોગરાવાડી ખાતે આવેલી હિંદી સ્કૂલ ખાતે વાલીઓએ વળતરની માંગ કરી હતી. જોકે, પોલીસે વાલીને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
X
પોલીસે વાલીને સમજાવી મામલો થાળે પાડ્યોપોલીસે વાલીને સમજાવી મામલો થાળે પાડ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી