ઉમરગામ-ગોવાડામાં ખેડૂત મહિલાની હત્યા, સામૂહિક બળાત્કારની આશંકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામઃ ગોવડા ગામની કોળી પટેલ સમાજની મહિલા ગત રોજ ખેતરે ગયા બાદ ઘરે પરત ન થતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરતાં રવિવારે સવારે નજીકની ચીકુવાડીમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા સ્થાનિક ઠેકાણે ચકચાર મચી જવા પામી છે. મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચરી તેણીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હોવાનું અનુમાન છે.

 

ડાંગરમાં ખાતર નાખવા માટે ગયા બાદ ચીકુના ઝાડ પાસેથી લાશ મળી

 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના સીમાડાને અડીને આવેલ ઉમરગામ તાલુકાનું ગોવડા ગામે પટેલ ફળિયામાં મુકેશભાઇ કેશવભાઈ કોળી પટેલ પોતાની પત્ની દક્ષાબેન તથા બે બાળકો સાથે રહે છે. શનિવારના  રોજ બોપોરે ત્રણ વાગ્યાના અરસામાં તેમની પત્ની દક્ષાબેન ઉ.વ. ૪૦ ઘરથી થોડે અંતરે કોસ્ટલ હાઇવેને અડીને આવેલા તળાવની સામે આવેલા તેમના ખેતરમાં ડાંગરમાં ખાતર નાંખવા માટે એકલી ગઈ હતી. જો કે ત્યાર બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેણીની શોધખોળ શરૂ કરી હતી. આખરે દક્ષાબેન નહીં જ મળતા પરિવારજનો ઘરે પરત જતાં રહ્યા હતા.

 

યુવકોએ તેણીનું ગળુ દબાવી હત્યા કરી નાસી ગયા હોવાની શકયતા


દક્ષાબેન ગુમ થયાને બીજા દિવસે આટલે કે રવિવારે વહેલી સવારે ૬ વાગ્યાના ગાળામાં તેમના ખેતરને લગીને તેમના ફળિયામાં રહેતા રમેશભાઈ મોહનભાઇ પટેલની ચીકુની વાડીમાં ઝાડ નીચે દક્ષાબેન પટેલની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.દક્ષાબેને પહેરેલા કપડા પણ અસ્ત વ્યસ્ત હતા. મોઢામાંથી લોહી નીકળતું હતું. શરીરે ઘસરકાના નિશાન પણ હતા. જેથી કોઈક યુવકોએ તેણીનું ગળુ દબાવી હત્યા કરી નાસી ગયા હોવાની શકયતા છે. બનાવની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સાથે જ ઉમરગામ પોલીસ મથકના પી.ઇ. એસ.એમ. સાધુ તથા પી.એસ.આઇ. એમ.ડી. સાળુંકર તેમની ટીમ સાથે ગોવડા ગામે બનાવના સ્થળે આવી પોહચ્યા હતા.

 

ત્યાર બાદ જિલ્લા પોલીસવડા સુનિલ જોષી, ડી.વાય.એસ.પી. ઝાલા, એલ.સી.બી. પી.આઇ. ગામિત, એલ.આઇ.બી પી.આઇ. ગાબાણી પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ સાથે ડોગ સ્કવોડ, એફ.એસ.એલ. ટીમ પણ આવી પહોંચી હતી અને તમામ પાસા સાંકળી લઈ તપાસ શરૂ કરી હતી. હાલમાં ઉમરગામ પોલીસે પ્રાથમિક તબક્કે અજાણ્યા યુવકો વિરુદ્ધ માત્ર હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...