મહારાષ્ટ્રથી ભાગેલા ઈજનેર અને શિક્ષિકા 16 દિવસે વાપીની હોટલમાંથી ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી: મહારાષ્ટ્રના ચંદ્રપુરથી  શિક્ષિકા સાથે ભાગેલો ઈજનેર યુવક 16 દિવસ બાદ વાપી જીઆઇડીસીની એક હોટલમાંથી  મળી આવ્યો હતો. યુવકના પરિજનોએ આ અંગે વાપી જીઆઇડીસી પોલીસને જાણ કરતા પોલીસ  બંનેને પોલીસ સ્ટેશને લઇ આવી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી. યુવક- પરિણીતાના પરિજનોએ  મહારાષ્ટ્રના ચંદ્રપુર પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી.મહારાષ્ટ્ર ચંદ્રપુરના ગડચાંદુ વિસ્તારમાં રહેતો અને બિરલા ગ્રુપના માનીકગઢ સિમેન્ટ કંપનીમાં સીનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતો ધીરેન્દ્ર તિવારી મુળ બિહાર છેલ્લા 4 વર્ષથી કંપનીમાં કામ કરે છે. તે દરમિયાન તેની સાથે કામ કરતા અમિત પડગેડવાલ સાથે તેની મિત્રતા થઇ હતી. 

 

 નોકરી અપાવવાનું કહેનારા સંબંધીએ પરિવારને જાણ કરી દીધી

 

અમિત અને ધીરેન્દ્ર એક જ વિસ્તારમાં રહેતા હોવાથી ધીરેન્દ્ર અને પ્રણાલી  એકબીજાના પ્રેમસંબંધમાં જોડાયા હતા.  પ્રણાલી ગડચાંદુ વિસ્તારના એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. 26 જૂનના રોજ પ્રણાલી સ્કૂલ ગયા બાદ મોડી સાંજ સુધી પરત ન ફરતા  પતિ અમીતે ગડચાંદુ પોલીસ મથકમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી. તો તે જ દિવસે ધીરેન્દ્ર પણ  કામ પરથી ઘરે ન આવતા તેના માતા-પિતાએ પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી.

 

યુવકના પિતા અને બેન વાપી આવ્યા 


બુધવારે ઈદનેર યુવક- શિક્ષિકા વાપી જીઆઇડીસી સ્થિત હોટલ ટેનમાં હોવાની જાણ થતાં યુવકના પિતા અને બેન મહારાષ્ટ્રથી વાપી આવ્યા હતા. આ અંગે વાપી જીઆઇડીસી પોલીસમાં જાણ કરતા પોલીસ બંનેને પોલીસ સ્ટેશને લઇ આવી હતી. મહારાષ્ટ્ર પોલીસને આ અંગે જાણ કરતા ગડચાંદુ પોલીસ ગુરૂવારે ત્યાંથી વાપી આવવા માટે રવાના થઇ છે.

 

નાગપુર,વારાણસી, મુંબઇ, દિલ્હી અને છેલ્લે વાપી


26 જૂને યુવક શિક્ષિકાની સ્કૂલે ગયો હતો. જ્યાંથી તેઓ નાગપુર બસ ડેપોથી ઉત્તરપ્રદેશના વારાણસી ગયા હતા. જ્યાં બે દિવસ હોટલમાં રોકાઇ પરત મુંબઇ સાંતાક્રુઝ આવ્યા હતા. મુંબઇમાં 2 દિવસ હોટલમાં રોકાયા બાદ દિલ્લીમાં 3 દિવસ હોટલમાં રોકાયા હતા અને 8 જુલાઇએ દિલ્લીથી ટ્રેન પકડી વાપી હોટલ ટેનમાં રોકાયા હતા.


નોકરીના સપનાં જોઈ વાપી આવ્યા હતા


ધીરેન્દ્ર જોબ કરવા શિક્ષિકા સાથે દિલ્હીથી વાપી આવ્યો હતો. અહીં તેના ગામના સંબંધીએ જોબ અપાવવા કહ્યુ હતું. જોકે, હોટલમાં રોકાયા હોવાની જાણ પણ આ જ સંબંધીએ તેના પરિજનોને કરતા પિતા અને બેને વાપી આવી પોલીસને જાણ કરતા બંને ઝડપાયા હતા.

 

મારો પતિ માનસિક- શારીરિક ત્રાસ આપે છે 

 

લગ્ન થયા બાદથી પતિ અમિત અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. કારણ વગર ઝગડો કરતો અને મારા ઉપર શક કરતો હતો. જેથી હું કંટાળી ગઇ હતી. તે દરમિયાન ધીરેન્દ્ર સાથે મુલાકાત થતા અમે પ્રેમમાં પડી ગયા હતા. જેથી ઘર છોડીને ભાગવા માટે પહેલાથી જ પ્લાન બનાવ્યુ હતું. - પ્રણાલી અમિત પડગેડવાલ, શિક્ષિકા 

 


અન્ય સમાચારો પણ છે...