Home » Daxin Gujarat » Latest News » Valsad » આધુનિક ઢબે ડ્રેગન ફ્રુટની ખેતી થકી 17 વર્ષની આવક સુનિશ્ચિત બનાવી | Due to the modern farming of Dragon Fruit, it has set 17-year revenue

આધુનિક ઢબે ડ્રેગન ફ્રુટની ખેતી થકી 17 વર્ષની આવક સુનિશ્ચિત બનાવી

Divyabhaskar.com | Updated - Apr 15, 2018, 11:59 PM

સુરતના કેમિકલ એન્જિનિયરે ધરમપુરમાં ખેતીક્ષેત્રે આધુનિક ટેકનોલોજી સાથે ઝંપલાવ્યું

 • આધુનિક ઢબે ડ્રેગન ફ્રુટની ખેતી થકી 17 વર્ષની આવક સુનિશ્ચિત બનાવી | Due to the modern farming of Dragon Fruit, it has set 17-year revenue
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ધરમપુર: સુરતના કેમિકલ એન્જિનિયરે ધરમપુરના ઓઝરપાડામાં હેલ્થ બેનીફિટ અને વિટામિન, મિનરલ્સ અને હાઈ ન્યુટ્રીશન વેલ્યુ ધરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી કરી 15થી17 વર્ષની આવક સુનિશ્ચિત કરી છે. એક વાર ડ્રેગન ફ્રુટની રોપણી કરી નિયમિત પિયત કરવાથી લાંબા ગાળા સુધી ઉત્પાદન મળે છે. કાંટાવાળા થોર ઉપર કાંટા રહિત આવતા ફળની સારી એવી આવક મળી શકે છે. સુરતના એન્જિનિયરની સારી આવક રળી આપતી ડ્રેગન ફ્રુટની ખેતી તાલુકામાં અન્ય ખેડૂતોને માર્ગદર્શન રૂપ સાબિત થશે એમ પ્રતીત થઈ રહ્યું છે.

  ચાર મહિનાની સિઝનમાં મહિનામાં એક ટનથી વધુ ઉત્પાદન

  વિદેશી ફ્રુટ ગણાતા અને પિતાયા તરીકે ઓળખાતા ડ્રેગન ફ્રુટની માંગ માર્કેટમાં વધી રહી છે. એન્જિનિયર ચેતન ગુણવંતભાઈ દેસાઈ આમ તો ટેક્સટાઇલ મિલોમાં કેમિકલ સપ્લાય કરે છે. સાથે આધુનિક અને કંઈક અલગ ખેતી કરવામાં પણ રસ ધરાવે છે. શિક્ષિત અને વાંચનના રસિયા ચેતન દેસાઈને ડેંગ્યુના દર્દીના ઘટેલા પ્લેટલેશને એક દિવસમાં વધારવા દુબઇથી ડ્રેગનફ્રુટ મંગાવ્યા હોવાની સ્ટોરી વાંચી ડ્રેગન ફ્રુટની ખેતીનો વિચાર આવ્યા બાદ ભારતમાં ક્યાં અને કેવી રીતે ડ્રેગન ફ્રુટની ખેતી માટે ઇન્ટરનેટ પર રિસર્ચ કર્યું હતું.

  મહારાષ્ટ્રમાં ડ્રેગન ફ્રુટની ખેતીની માહિતી મળતા બે, ત્રણ વાર ત્યાં જઈ અભ્યાસ કરી ધરમપુરના ઓઝરપાડામાં મિત્રની પડતર સવા ત્રણ એકર જમીનમાં ધરમપુરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી માટે અનુકૂળ વાતાવરણ સહિતની તપાસને અંતે બે વર્ષ અગાઉ ડ્રેગન ફ્રુટના રોપા મહારાષ્ટ્રથી લાવી ખેતીની શરૂઆત કરી હતી. ખાસ ડિઝાઇનવાળા 7 ફૂટના સિમેન્ટના મજબૂત 850 પોલ બનાવડાવી એક પોલ પર 4 ડ્રેગન ફ્રૂટનાં રોપા પ્રમાણે 3400 રોપા ચઢાવી પ્રોજેકટ નાખ્યો હતો. ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ખાતરની ખાસ જરૂર નથી પડતી. માત્ર નિયમિત રીતે એક છોડ દીઠ એક લીટર પાણી નિયમિત આપવું પડે છે.

  ધરમપુરના નાલંદા ટ્રસ્ટના નિલેશ રાઠોડ દ્વારા દ્વિપ સિસ્ટમ અને સોલાર પેનલ લગાવી હતી. તેમણે સિમેન્ટ પોલ, ડ્રેગન ફ્રુટ રોપા, દ્વિપ સિસ્ટમ, સોલાર પેનલ, મજૂરી સહિતના ખર્ચ મળી રૂપિયા 15 લાખના રોકાણ બાદ 17 વર્ષના અંતે ખર્ચ બાદ કરતા સારું માર્કેટ રહેતા કુલ 80 થી 90 લાખનો ફાયદો થશે એમ જણાવ્યું હતું. જ્યારે સારી માવજત અને દેખભાળ લેવાતા ડ્રેગન ફ્રુટ ત્રણ વર્ષ બાદ રોકેલા નાણાં પરત કમાવી આપે છે.

  વધુ માહિતી માટે આગળ વાંચો... પ્રતિ વર્ષ 6 ટન પાક મળવાની આશા

 • આધુનિક ઢબે ડ્રેગન ફ્રુટની ખેતી થકી 17 વર્ષની આવક સુનિશ્ચિત બનાવી | Due to the modern farming of Dragon Fruit, it has set 17-year revenue
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  પ્રતિ વર્ષ 6 ટન પાક મળવાની આશા

   

  ખેતરમાં એકવાર રોપ્યા બાદ 18 મહિના બાદ 300 કિલો ડ્રેગન ફ્રુટનું પ્રથમ ઉત્પાદન મેળવ્યું હતું. રૂ. 200 પ્રતિ કિલો પ્રમાણે મોટા ભાગનો માલ સુરતમાં વેચાયો હતો. કેરીની સિઝનની જેમ ડ્રેગન ફ્રૂટની વરસાદમાં આવતી ચાર મહિનાની સિઝનમાં મહિનામાં એક ટન (1000 કિલો )બીજો પાક મળશે અને સારો એવો ફાયદો હવે દેખાશે. ત્રીજા વર્ષે 4થી 5 ટન અને ત્યાર બાદ પ્રતિ વર્ષ 6 ટન પાક સહિત સતત બીજા 13 વર્ષ સુધી મળશે એમ જણાવી એક વાર ખેતીમાં  રોકાણ બાદ 17 વર્ષ સુધી સારો એવો નફો મળશે. - ચેતન દેસાઈ, ખેડૂત, કેમિકલ એન્જિનિયર, સુરત

   

  વધુ માહિતી માટે આગળ વાંચો... ડ્રેગન ફ્રૂટનાં હેલ્થ બેનિફિટ્સ ઘણાં છે

   

   

   

 • આધુનિક ઢબે ડ્રેગન ફ્રુટની ખેતી થકી 17 વર્ષની આવક સુનિશ્ચિત બનાવી | Due to the modern farming of Dragon Fruit, it has set 17-year revenue
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ડ્રેગન ફ્રૂટનાં હેલ્થ બેનિફિટ્સ ઘણાં છે

   

  રોગ પ્રતિકરાત્મક શક્તિ, વા, હૃદય સંબંધિત રોગ, બોડી મેટા બોલિઝમ, એન્ટી બેક્ટેરિયલ,  એન્ટી ફંગસ, કેન્સરને અટકાવે છે. પાચન શક્તિ, વિટામિન રહેલા છે. ડાયાબિટીસ, અસ્થામાં સહિતના રોગમાં ફાયદાકારક એવા આ ફળમાં રહેલું વિટામિન-સી અને લાયકોપિન નામક રંજક દ્રવ્ય પ્રોસ્ટેટ કેન્સરને અટકાવે છે. ડ્રેગન ફ્રુટમાં પ્રોટીન , વિટામીન-સી , રીબોક્લીન , ઓમેગા-થ્રી જેવા તત્વો રહેલા છે. સાથે આરોગ્યની દૃષ્ટી એ કેન્સર,સ્વાઈન ફ્લુ,કૉલેસ્ટોરેલ,એઈડ્સ, ડેન્ગ્યુ,બ્લડસુગર લેવલ,વેઈટલૉસ,રક્તકણો -શ્વેતકણો ની માત્રા જાળવે છે. 

   

   

 • આધુનિક ઢબે ડ્રેગન ફ્રુટની ખેતી થકી 17 વર્ષની આવક સુનિશ્ચિત બનાવી | Due to the modern farming of Dragon Fruit, it has set 17-year revenue
  એક વાર રોપા ચઢાવી 17 વર્ષના અંતે રૂપિયા 80થી 90 લાખની આવક મળશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ