Home » Daxin Gujarat » Latest News » Valsad » Due to the absence of a road between Malvan to kardiva, the people are helpless

વલસાડ તાલુકાના કરદીવાથી માલવણ વચ્ચે રોડ ન હોવાને લીધે લોકોને હાલાકી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:26 AM

લાકડાનો પુલ બનાવી અવર જવર કરવા માટે રહીશો મજબૂર, રજુઆત કરવા છતા કામગીરી થઈ નથી

  • Due to the absence of a road between Malvan to kardiva, the people are helpless

    ડુંગરી: વલસાડ તાલુકાના માલવણ ગામથી કરદીવા ફળીયાને જોડતો 800 મીટર રોડ આઠ વર્ષ પહેલાં પુરાણ કરી પારો નાખી કાચો કામચલાઉ બનાવવામાં આવ્યો હતો.જેના પરથી કરદીવા ફળીયામાં વસવાટ કરતાં અંદાજીત 700 લોકો માલવણ ગ્રામ પંચાયતમાં તેમજ સસ્તા અનાજની દુકાનમાં રાશન લેવા માટે રોડનો ઉપયોગ કરતાં હતાં.કાચા રસ્તાને વહીવટી તંત્ર દ્વારા ડામરના રસ્તામાં નહિં ફેરવતાં ચોમાસામાં રોડ ધોવાઈ જતા ઠેર ઠેર રોડ પર મોટા મોટા ભૂવાઓ અને ગાબડાઓ પડતાં રહીશો જાતે લાકડાનો પુલ બનાવી જીવના જોખમે રસ્તો પસાર કરી કામકાજ અર્થે પંચાયતમાં જતા હોય છે.

    કરદીવાથી માલવણ વચ્ચે રોડ ન હોવાને લીધે લોકોને હાલાકી

    કરદીવાથી માલવણને જોડતો પાકા રોડનાં અભાવને કારણે લોકોને માલવણ જવા માટે 5 કિ.મીનો ચકરાવો ખાવા પડતાં લોકો આર્થિક અને માનસિક રીતે હેરાનગતિ ભોગવી રહ્યાં છે.કરદીવા ફળીયાના અગ્રણીઓ દ્વારા અનેકવાર પાકો રોડ બનાવવા માટે વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.છતાં પણ રોડ બનાવવામાં નહીં આવતાં કરદીવા ગામના 700 રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રોડના અભાવને કારણે કરદીવા ફળીયાના લોકો સરકારની સસ્તા અનાજની દુકાન માંથી કેરોસીન અને અનાજ ખરીદી શકતા નથી.તેમજ સ્મશાન ભૂમી પર જવા માટે રહીશો આ રોડ પર જ નિર્ભર છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ