ધરમપુરના ખેડુતો પરાગનયનની પ્રક્રિયાથી 40 થી 100 ટકા સુધી પાકના ઉત્પાદનમાં વધારો કરી રહ્યાં છે

ખેતપેદાશોમાં પરાગીકરણથી 40થી 100ટકા વધારો કરતા મધમાખી પાલનની કામગીરી કરતી ધરમપુરની UTMT સંસ્થા

DivyaBhaskar.com | Updated - Sep 10, 2018, 12:33 AM
મધમાખી ઉછેર સાથે ખેતીમાં પણ બમણો ફાયદો
મધમાખી ઉછેર સાથે ખેતીમાં પણ બમણો ફાયદો

ધરમપુર: ધરમપુરમાં આવેલી અંડર ધ મેંગો ટ્રી નામની સંસ્થા છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને માર્ગદર્શન આપી તેમની આવકમાં વધારો કરવાની સાથે તેનું જીવનધોરણ પણ સુધારી રહી છે. દક્ષિણ ગુજરાતમાં જ તેની સાથે 700થી વધુ ખેડૂતો જોડાયેલા છે. આ સંસ્થાના તજજ્ઞો ખેડૂતોને મધમાખી પાલનની તાલીમ આપે છે અને તેઓ આ કામગીરી થકી મધનું ઉત્પાદન તો કરી જ રહ્યાં છે પરંતુ તેની સાથે સાથે ખેતીમાં પણ પરાગનયનની પ્રક્રિયા 40થી 100 ટકા સુધી પાકના ઉત્પાદનમાં વધારો કરી રહ્યાં છે. આથી ખેડૂતોની આવક તો બમણી થાય જ છે. તેની સાથે તેમનું જીવનધોરણ પણ સુધરી રહ્યું છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં જ નહીં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ મળી ત્રણ રાજ્યોમાં 22,000 ખેડૂતોને મધમાખી પાલન થકી ખેતઉપજમાં વધારો કરી રહ્યાં છે.

દક્ષિણ ગુજરાતમાં 700 ખેડૂતો, 1500 મધપેટી સાથે કામગીરી

સ્થાનિક મધમાખી મહવર/,સાતેરીના મધમાખી પાલનથી ખેડૂતની ખેત ઉપજમાં થતા વધારા થકી આવકમાં વધારો અને રોજગારીના સથવારે જીવનધોરણ સુધારવાના હેતુથી ધરમપુરમાં સ્થિત અંડર ધ મેંગો ટ્રી સોસાયટી (UTMT) સંસ્થા ખેડૂતોને મફત તાલીમ આપી રહી છે.


ખેતરોમાં મધમાખીની પરાગીકરણની ક્રિયામાં એક ફૂલ પરથી બીજા ફૂલ પર પરાગરાજોને લઈ જવાને લઈ આશરે એક વર્ષમાં કેરી, જમરૂખ, સીતાફળ, કાજુ, અડદ, નાગલી, ખરસાણી, તલ, રાય, ચણા, તુવેર, રીંગણ, ભીંડા, મરચા, ટામેટા, પાપડી, દૂધી, કારેલા, ગલકા, ધાણા સહિતની કુદરતી ખેત ઉત્પાદનમાં ચાલીસથી એસી ટકા વધારાની સાથે મળતા મધ,મીણથી ખેડૂતની આવકમાં વધારો થતો હોય છે. અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ મળી ત્રણ રાજ્યોમાં 22,000 ખેડૂતોને મધમાખી પાલન થકી ખેતઉપજમાં વધારો અને સકારાત્મક વૃધ્ધિ થઈ છે. એમ સંસ્થાના પ્રોગ્રામ ઓફિસર પ્રદીપ વસાવાએ જણાવ્યું છે.

ડાંગ જિલ્લામાં 150 મહિલાઓ દ્વારા મધમાખી પાલન


મધમાખી પાલન માત્ર પુરુષોજ નહીં પણ મહિલાઓ પણ સરળતાથી કરી શકે છે. ડાંગ જિલ્લામાં 500 મહિલાઓને તાલીમ આપી છે. આજે આશરે 150 મહિલાઓ નાની ખેતીમાંથી સારી ખેત ઉપજ અને મધના વેચાણથી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી રહી છે. - પ્રદીપ વસાવા, પ્રોગ્રામ ઓફિસર, UTMT, ધરમપુર

ખેતપેદાશ વધારવા મધમાખીપાલન બેસ્ટ ઉપાય


ખેતી માટે મહત્વ ધરાવતા પાણી, ખાતરની જેમ પરાગીકરણ(પરાગનયન) પણ ઘણું જરૂરી છે. મર્યાદિત સાધનો ધરાવતા નાના ખેડૂતો માટે પોતાના ખેતરોમાં ખેતપેદાશો વધારવા માટે મધમાખી પાલન બેસ્ટ ઉપાય છે. જેથી ખેડૂતની બેસ્ટ ફ્રેન્ડ ગણાતી મધમાખીનું પાલન ખેડૂતોએ કરવું જોઈએ. - ધરા પટેલ, ટિમ લીડર, UTMT

UTMT સંસ્થા દ્વારા કરાતી કામગીરી

- માત્ર બસો રૂપિયાની નજીવી રકમના ખેડૂતફાળાથી મધમાખી પાલનની સાધનસામગ્રી, ખેડૂતને સફળ મધમાખી પાલક બનાવવા એકથી ત્રણ વર્ષ સુધી દર અઠવાડિયે ટેક્નિકલ સ્ટાફની મુલાકાત
- દક્ષિણ ગુજરાતમાં 700 ખેડૂત, 1500 મધમાખી પેટી સાથે કામગીરી
- રોકાણ વિના સમયના ભોગ આપ્યા વિના ઓછામાંઓછા રૂપિયા 5000થી રૂપિયા 25,000ની વાર્ષિક આવક
- ગામ, વિસ્તારમાં મધમાખી પાલનને વધારવા સ્થાનિક સારા અને પ્રભાવશાળી મધમાખી પાલકને તાલીમ આપી માસ્ટર ટ્રેનર ઉભા કરવા
- ધરમપુરના અંતરિયાળ વિસ્તારના તુતરખેડ ગામે રેહવા, જમવાની સગવડ સાથે બી કિપિંગ ટ્રેનિંગ સેન્ટર
- મહવર મધમાખીની પરાગીકરણની ક્ષમતા બહારની ઇટાલિયન માખી કરતા સારી, ઓછી ખર્ચાળ અને ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ હોય છે

X
મધમાખી ઉછેર સાથે ખેતીમાં પણ બમણો ફાયદોમધમાખી ઉછેર સાથે ખેતીમાં પણ બમણો ફાયદો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App