ભીષણ આગ/ દમણમાં પેન બનાવતી કંપનીમાં લાગેલી આગ 8 કલાકે કાબુમાં આવી

DivyaBhaskar.com

Dec 05, 2018, 02:51 PM IST
Daman pen made company took fire, fire control after 8 hour by fire department

*આગ લાગવાનું કારણ અકબંધ
*આજુબાજુની કંપનીનાં વર્કરો પોતાની કંપની છોડી બહાર આવી ગયાસુરતઃ
દમણના સોમનાથ સ્થિત આવેલી ફ્લેર પેન નામની પેન બનાવતી કંપનીમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. 12 જેટલા ફાયરોએ આગને 8 કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતી. દમણનાં પેન બનાવતી કંપનીમાં કેમિકલ હોવાથી આગે જોત જોતામાં જોર પકડ્યું હતું.

આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી

ભીષણ આગના પગલે વલસાડ જિલ્લામાં સરીગામ, ઉમરગામ, વાપી જીઆઈડીસી, વલસાડ અને પારડીની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. આગ વધુ પ્રસરતા કંપનીનાં ફરતેથી પાણીનો મારો કરતા મહામુસીબતે આગને 8થી 9 કલાકની જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. અને આગ લાગવાનું કારણ પણ હજી બહાર આવ્યું નથી. ઘટના બનતા જ આજુબાજુની કંપનીનાં વર્કરો પોતાની કંપની છોડી બહાર આવી ગયા હતા. ઘટનાની જાણ દમણ પોલીસને કરતા એ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
X
Daman pen made company took fire, fire control after 8 hour by fire department
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી