Home » Daxin Gujarat » Latest News » Valsad » congress protest and effigy burn about LRD paper leak in valsad

વલસાડમાં LRD પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, પૂતળાં દહન કરવામાં આવ્યું

Divyabhaskar.com | Updated - Dec 03, 2018, 01:11 PM

ભાજપની સરકાર દેશ અને ગુજરાતના યુવાનોને ગુમરાહ કરી પરેશાન કરી રહી છેઃ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

  • congress protest and effigy burn about LRD paper leak in valsad
    રેલી કલેક્ટર કચેરીથી નીકળ્યા બાદ કોંગી કાર્યકર્તાઓએ પૂતળાં દહન કર્યું

    *ભાજપ સરકાર પાસે જનતા જવાબ માગી રહી છે


    *કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું


    સુરતઃ
    ગુજરાત પોલીસમાં લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનાના વિરોધમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલી કોંગ્રેસ કાર્યાલયથી નીકળી કલેક્ટર કચેરી સુધી ગઈ હતી. રેલી કલેક્ટર કચેરીથી નીકળ્યા બાદ કોંગી કાર્યકર્તાઓએ પૂતળાં દહન પણ કર્યું હતું.

    ભાજપની સરકાર દેશ અને ગુજરાતના યુવાનોને ગુમરાહ કરી પરેશાન કરી રહી છેઃ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

    કપરાડાના કોંગ્રેસના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, દરેક પરીક્ષામાં પેપર લીકના કારણે દેશ અને ગુજરાતના યુવાનો સાથે થતા દગા અંગે ભાજપ સરકાર પાસે જનતા જવાબ માગી રહી છે. ગુજરાત સરકાર પોતે લીક છે કે પેપર લીક છે. સરકાર એટલી પણ જવાબદારી રાખી શકતી નથી. ભાજપની સરકાર દેશ અને ગુજરાતના યુવાનોને ગુમરાહ કરી પરેશાન કરી રહી છે. ભાજપની સરકાર યુવાનો સાથે મજાક કરી રહી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ