દુષ્કર્મ / વાપીના છીરીમાં સગીરાને ચાર કલાક રૂમમાં ગોંધી બે યુવકોએ ગુજાર્યું દુષ્કર્મ

DivyaBhaskar.com

Dec 05, 2018, 07:07 PM IST
સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી છોડી મુકતા મામલો બહાર આવ્યો(પ્રતિકાત્મક તસવીર)
સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી છોડી મુકતા મામલો બહાર આવ્યો(પ્રતિકાત્મક તસવીર)
* માતાપિતા જીઆઈડીસીમાં કામ કરવા ગયા ત્યારે એકલી દીકરીને બનાવાઈ શિકાર

*વેફર લેવા ગયેલી બાળકી પર પંકજ વર્માએ કર્યુ કુકર્મ
સુરતઃ વાપીના છીરી વિસ્તારમાં રહેતી અને ઇગ્લિંશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી 11 વર્ષની સગીરાને આ વિસ્તારમાં જ રહેતા બે યુવકોએ મંગળવારે બપોરે લલચાવી ફોસલાવી પોતાના રૂમમાં લઇ જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ કર્યુ હતું. બંને યુવકોએ સગીરાને ચાર કલાક સુધી રૂમમાં ગોંધી રાખીને વારાફરતી જબરદસ્તી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
- પંકજ અને તેના મિત્રએ વારાફરતી ગુજાર્યુ દુષ્કર્મ
- દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની આપી ધમકી
- બાળકીએ પાડોશમાં ઘટનાની જાણ કરતાં મામલો આવ્યો સામે
- ડુંગરા પોલીસે ગુનો નોંધી પંકજ વર્માને ઝડપ્યો અન્ય આરોપી ફરાર
તુમ્હારી લડકી કે સાથ ગલત હુઆ હે, જલ્દી આ જા–
વાપી છીરી વિસ્તારમાં રહેતા પીડિતાના પિતા અને માતા બંને જીઆઇડીસીમાં નોકરી કરતા હોવાથી સવારે સાત વાગ્યે નોકરીએ જવા માટે નીકળી જાય છે. મંગળવારે પણ આ દંપતી રાબેતા મુજબ નોકરીએ ગયા હતા. જ્યારે તેમની 11 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર ઘરે હતો. મંગળવારે સાંજે કંપનીમાં જ્યારે પીડિતાની માતા ઉપર પડોશમાં રહેતી સવિતાએ ફોન કર્યો હતો ત્યારે માતાના માથે આાભ ફાટી પડ્યું હોવાનો અહેસાસ થયો હતો. પડોશમાં રહેતી સવિતાએ જણાવ્યું કે, તુમ્હારી લડકી કે સાથે ગલત હુઆ હે, તુમ જલદી સે ઘર પે આ જા–. સવિતાએ કરેલી વાતને લઇ પીડિતાની માતા તાત્કાલિક ઘરે પહોંચી હતી.
સેન્ડલ તૂટી જતા સ્કૂલમાં ગઇ ન હતી, બંને યુવકો દુકાનેથી લઇ ગયા
સેન્ડલ તૂટી ગયા હોવાથી હું સ્કૂલમાં ગઇ નહતી અને બપોરે ભાઇને પણ સ્કૂલમાંથી લઇ આવી હતી. બપોરે ભુખ લાગતા હું નજીકમાં આવેલી દુકાનમાં વેફર લેવા માટે ગઇ હતી. આ બંને યુવકોને –ળખતી હોવાથ઼ી તે– દુકાન ઉપર મળી ગયા હતા. જ્યાથી બંને યુવકો મને તેમના રૂમ ઉપર લઇ જઇને ધમકી આપીને મારી સાથે દુષ્કર્મ કર્યુ હતું. સાંજે જ્યારે છોડી હતી ત્યારે મારો મોબાઇલ ફોન પણ લઇ લીધો હતો અને મને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે પડોશમાં રહેતી આન્ટીને જાણ કરતા આખરે આન્ટીએ કંપની ઉપર ફોન કરીને મારી મમ્મીને ઘરે બોલાવી હતી.- પીડિતાનું નિવેદન
સીડીઆર અને લોકેશનથી બીજા આરોપીની શોધ
દુષ્કર્મ અને પ્રોકસો કેસના આારોપીને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવાશે તે પૂર્વે આજે પીડિતાનું મેડિકલ ચેક અપ કરાવ્યું છે. ફરાર અન્ય આરોપીને ઝડપી પાડવા માટે ટીમો બનાવી અલગ અલગ સ્થળે મોકલાવી છે. આ ઉપરાંત ટેકનીકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરીને લોકેશન મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. - એેલ.જી. રાઠોડ, પીએસઆઇ, ડુંગરા
X
સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી છોડી મુકતા મામલો બહાર આવ્યો(પ્રતિકાત્મક તસવીર)સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી છોડી મુકતા મામલો બહાર આવ્યો(પ્રતિકાત્મક તસવીર)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી