વલસાડઃ ઘરકામ કરતી એક પરિણીત મહિલાને ફોસલાવી બાઈક પર બેસાડી લાવી ચાર મિત્રોએ મંગળવારે રાત્રે વલસાડ કોલેજના ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મ કરતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે દુષ્કર્મ કરનારા આ ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી લાવી જેલના સળિયા ગણતા કરી દીધા હતા.
બાઈક પર યુવક લઈ ગયો મૂળ છરવાડાની અને હાલ અબ્રામા ખાતે રહેતી 23 વર્ષીય સવિતા (નામ બદલ્યું છે )ના હિતેશ રાજુ નાયકા સાથે પ્રેમલગ્ન થયા હતા. હિતેશ સાથે મારઝૂડ થતાં સવિતા બે બાળકોને હિતેશ પાસે મુકીને ગુંદલાવ પાસે એક સંબંધી સાથે રહી કેટરિંગનું કામ કરે છે. તે દરમિયાન કેટરર્સમાં કામ કરતા અને ખડકીભાગડા ખાતે રહેતા નિલેશ ઉર્ફે ગોલ ભાણા નાયકા સાથે સવિતાની ઓળખાણ થઈ હતી. મંગળવારે સવિતા વલસાડ કામ પતાવી મોડી સાંજે ધારાનગર જવા બસ સ્ટેશન પાસે ઉભી હતી, ત્યારે નિલેશના મિત્ર એવા વિજયે તેની પાસે બાઈક લઈને આવી જણાવ્યું કે, મારે કામ છે તેમ કહીં સવિતાને બાઈક પર બેસાડી લઈ ગયો હતો.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કોલજના મેદાનમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ