ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Daxin Gujarat » Latest News » Valsad» ગ્વાલિયર પાસે કાર પલટી, વાપીનાં 4નાં મોત | Ajmer Sharif returning to the family of Vapi, 4 died due to an accident

  અજમેર શરીફથી પરત ફરી રહેલા વાપીના પરિવારને નડ્યો અકસ્માત, 4ના મોત

  Bhaskar News, Vapi | Last Modified - May 18, 2018, 02:29 AM IST

  ત્રણ મહિલા તથા 5 વર્ષના બાળકે સ્થળ પર જ દમ તોડયો
  • અજમેર શરીફથી પરત ફરી રહેલા વાપીના પરિવારને નડ્યો અકસ્માત, 4ના મોત
   અજમેર શરીફથી પરત ફરી રહેલા વાપીના પરિવારને નડ્યો અકસ્માત, 4ના મોત

   ગ્વાલિયર, વાપી: વાપી ખાતેથી અજમેર શરીફની દરગાહ ખાતે દર્શને ગયેલા એક પરિવારના સભ્યોને ગુરુવારે સાંજે વાપી પરત થતી વેળા ગ્વાલિયર નજીક ધોરીમાર્ગ પર અકસ્માત નડતાં ત્રણ મહિલા અને એક પાંચ માસની બાળકી સહિત ચાર સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજયા છે. તેમની મહિન્દ્રા TUV કાર પૂરઝડપે દોડી રહી હતી ત્યારે એકાએક ઢોરનું ધણ ધસી આવતા ચાલકે વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર રોડની સાઇડમાં ઉતરી જય ત્રણ-ચાર પલટી મારી ગઇ હતી.

   કારની અચાનક બ્રેક મારતા તેમણે વાહન પરથી કાબુ ગુમાવી દીધો


   આ ઘટના અંગે સ્થળ પરથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વાપી ખાતે રહેતા રમઝાન ખાન ગત 12મીના રોજ મહિન્દ્રા TUV જીજે 15 સીએચ 1268 નંબરની કારમાં પોતાના પરિવાર સાથે રાજસ્થાન જવા નીકળ્યા હતા. આ દરમિયાન અજમેર દરગાહ ખાતે થઈ જયપુર-આગ્રા વગેરે સ્થળો બાદ ગુરુવારે સાંજે તેઓ વાપી આવવા રવાના થઈ ગયા હતા. મહિન્દ્રા કારનું ડ્રાઇવિંગ રમઝાનભાઈ પોતે જ કરી રહ્યા હતા. આ દરમિયાન વાપી પરત થતી વખતે ગ્વાલિયર નજીકથી પસાર થતાં ધોરીમાર્ગ પર પનિહાર ગામ નજીક રાત્રે 8 કલાકની આસપાસ રોડ પર એકાએક ઢોરનું ધણ ધસી આવ્યું હતું.

   ઢોરથી બચવા માટે રમઝાનભાઈએ પૂરપાટ ઝડપે દોડતી કારની અચાનક બ્રેક મારતા તેમણે વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર રોડની સાઇડમાં ઉતરી જય ત્રણ-ચાર પલટી મારી ગઇ હતી. અકસ્માત એટલો તીવ્ર હતો કે કારના દરવાજા પણ સરખા ખૂલી શક્યા ન હતા. જેને કારણે અંદર બેઠેલા મુસાફરોને જીવલેણ ઇજા પહોંચી હતી.
   આ દુર્ઘટનામાં રમઝાનખાનની માતા જેહરુનિશા બેન, ભાભી સફીના (પત્ની કલીમ ખા), ભત્રીજો અજમાન (પુત્ર કલીમ ખા), બહેન શબીના (પત્ની જાવેદખાન)ના ઘટનાસ્થળ પર મોત થયા હતા. કારમાં સવાર અન્ય મુસાફરોને ઈજા પહોંચી હતી. દુર્ઘટના બાદ મૃતકો તેમજ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં મૃતકોના પોસ્ટમોર્ટમ માટે ઇનકાર કરાતા રમજાન ભાઈ તમામને લઈને વાપી આવવા રવાના થઈ ગયા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગ્વાલિયર પાસે કાર પલટી, વાપીનાં 4નાં મોત | Ajmer Sharif returning to the family of Vapi, 4 died due to an accident
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Daxin gujarat

  Trending

  X
  Top