મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાએ દુકાન બહારના સુશોભન માટેના કુંડા તફડાવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડઃઅત્યાર સુધીમાં ઘરેણા, રોકડ રકમ, વાહનો કે અન્ય કિંમતી ચીજ-વસ્તુની ચોરી થતા હોવાના બનાવો બનતા આવ્યાં છે. પરંતુ શુક્રવારે વલસાડના તિથલ રોડ ઉપર મળસ્કે પાંચ કલાકે એક દુકાનની બહાર સુશોભન માટે લગાવવામાં આવેલા બે કુંડાની મોર્નિગ વોક કરવા નિકળેલી શ્રીમંત પરિવારની મહિલાએ ચોરી કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી . જેને નિહાળી દુકાનદાર પણ ચોંકી ઉઠ્યો હતો.નજીવી કિંમત ધરાવતા કુંડાની ગર્ભશ્રીમંત પરિવારની મહિલા ચોરી કરતી હોય ત્યારે આ બાબત સભ્ય સમાજ માટે ખુબ જ શરમજનક ગણાય છે.

 

 

માંગણી કરી હોત તો પ્રેમથી આપી દીધા હોત 

 

 દુકાનની બહાર રૂ.400ના એક એવા 12 કુંડા લગાવ્યાં હતાં. સીસીટીવી જોતા મહિલા સ્માર્ટફોનથી ફોટો પાડવાનો પ્રયાસ કરી બે કુંડા ચોરી ફરી વોક કરવા જાય છે. જો આ મહિલાએ કંુડાની માંગણી કરી હોત તો મફતમાં જ આપી દીધા હોત.  હિરેન પટેલ, દુકાન માલિક

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...

 

તસવીરઃ ચેતન મહેતા

અન્ય સમાચારો પણ છે...