તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહના સાંસદે કેરળ પૂરગ્રસ્તો માટે MP લાડ ફંડમાંથી રૂ.1 કરોડની સહાય અાપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલવાસ: કેરળ રાજ્યના 12 જિલ્લાઓ પૂરથી મોટું નુકશાન થતાં સેલવાસ કલેક્ટર કચેરીએ મલયાલમ સમાજ દ્વારા પ્રદેશમાંથી રાહત સામગ્રીઓ એકત્રિત કરાઇ હતી. એજ પ્રમાણે પ્રદેશના સાંસદ નટુભાઈ પટેલે એમપી લાડ ફંડમાંથી કેરલાના પથાનામથી જિલ્લાના કલેક્ટરને એક કરોડ રૂપિયા મોકલાવશે. સેલવાસ કલેક્ટર કનન ગોપીનાથને જણાવ્યું કે દાનહના સાંસદે એક કરોડનું ફંડ કેરળ પૂર પ્રભાવિત માટે આપ્યું છે. સાંસદ નટુ પટેલે જણાવ્યું કે કુદરતી આફતના સમયે દરેકે એકત્ર થઇ  મદદે આવવું જોઈએ. 

 

વેપારી - દાતાઓએ રાહત સામગ્રીઓ ભેગી કરી

 

દાનહના દાતાઓ સહિત આદિવાસી વિકાસ સંગઠન અને નવશક્તિ મહિલા સંગઠને મળી સોમવારે કેરળના પૂર અસરગ્રસ્તો માટે રાહતસામગ્રીઓ ભરેલી ટ્રકને કેરળ માટે રવાના કરાવી છે.અધિકારીઓ અને માજી સાંસદ મોહન ડેલકરની અપીલ બાદ બે દિવસમાં  મોટા પ્રમાણમાં રાહત સામગ્રીઓ આદિવાસી ભવનમા જમાં થઇ છે. સેલવાસના વેપારીઓ,દાતાઓ અને દુકાનદારો તરફથી અનાજ પાણી,કપડા,મેડિકલ સામગ્રીઓ ખરીદી પહોચાડવાનું કામ કર્યું છે.