તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણના ગ્રામ્ય વિસ્તારમાં બિલ ન ભરનાર 1100 વીજ કનેકશનો કપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી: આંઘપ્રદેશ દમણ દીવમાં પ્રશાસક પ્રફુલ પટેલના આવ્યા પૂર્વે રામ રાજ્ય અને પ્રજા સુખી જેવા હાલ હતા. દમણમાં વીજ ગ્રાહકો ભલે પછી તેઓ કોર્મશિયલ, ઇન્ડસ્ટ્રીયલ કે ડોમેસ્ટીક હોય વર્ષોથી બીજ બિલ ન ભરતા કરોડો રૂપિયાની રીકવરી કાઢી હતી. પ્રશાસકના અથાય પ્રયાસથી અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયાની બાકી વીજ બીલની રીકવરી આવી છે તો હજુ પણ વીજ બીલ ન ભરનારા ગ્રામ્ય વિસ્તારના 1100 જેટલા વીજ કનેકશનો કાપી નાંખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.


પ્રશાસક પ્રફુલ પટેલના પ્રયાસથી અત્યાર સુધી 5 કરોડની રીકવરી આવી
દમણના શહેરી વિસ્તારમાં 90 ટકાથી વધુ રિકવરી આવી ગઈ


સંઘપ્રદેશ દમણના વિદ્યુત વિભાગમાં અત્યાર સુધી અંધેર વહીવટ ચાલી રહ્યો હોવાના દર્શન થાય છે. દમણના વીજ ગ્રાહકોએ વર્ષોથી વીજ બીલ ભર્યા જ ન હતા અને મફતમાં વીજળી વાપરી રહ્યા હતા. જોકે, પ્રશાસક પ્રફુલ પટેલે છેલ્લા બે માસથી વીજ બીલ ન ભરનારા ગ્રાહકો સામે નોટીસ કાઢતા કેટલાક ગ્રાહકો વીજ બીલ ભરી દીધા હતા. અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધુની રીકવરી જમા કરાય છે. જોકે, ગ્રામ્ય વિસ્તારમાં વીજ બીલ ન ભરનારા અંદાજે 1100 જેટલા ગ્રાહકોના વીજ કનેકશન કાપી નાંખતા ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને નાની દમણના કચીગામમાં સૌથી વધુ વીજ કનેકશનો કપાયા હોવાનું જાણવા મળે છે. તો બીજી તરફ પટલારા, પરીયારી, દલવાડા, ભીમપોર અને વરકુંડના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વીજ કનેકશનો કપાયા હોવાનું જાણવા મળે છે.


 હજુ પણ કરોડો રૂપિયાની વીજ બીલની રીકવરી બાકી હોવાનું જાણવા મળે છે. અગાઉ જ્યારે વિભાગ વીજ બીલની રીકવરી માટે પહોંચતું તો રાજકીય નેતાના ફોન આવી જતા રીકવરી થતી ન હતી. જોકે, હવે જ્યારે ભાજપે પણ પ્રશાસકની કામગીરીને બીરદાવી છે ત્યારે વિભાગ દ્વારા કડક રીતે અમલ થઇ રહ્યો છે. વિધુત વિભાગે હાથ ધરેલી કામગીરીના પગલે શહેરી વિસ્તારમાં 90 ટકા જેટલી રિકરવરી થઈ છે. જ્યારે બીલ ન ભરનારા ગ્રાહકોને નોટિસ અપાઈ છે. 

અન્ય સમાચારો પણ છે...