વલસાડના પારનેરા ગામમાં 100 વર્ષ જૂનું મકાન એકા એક તૂટી પડ્યું, બે બાઈકને નુકસાન

DivyaBhaskar.com

Dec 07, 2018, 03:42 PM IST
મકાન અત્યંત જર્જરીત થઈ ગયું હતું
મકાન અત્યંત જર્જરીત થઈ ગયું હતું

* ઐતિહાસિક મકાન ધડાકાભેર તૂટી પડ્યું


* મહાનુભાવોની 100 વર્ષ જૂનાં મકાનમાં સભા યોજાતી હતી

સુરતઃ
વલસાડ નજીક આવેલા પારનેરા ગામ માં 100 વર્ષ જૂનું ઐતિહાસિક મકાન તૂટી પડતાં બે મોટરસાયકલને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે કોઈને પણ જાનહાનિ થઈ ન હતી.

મકાન અત્યંત જર્જરીત થઈ ગયું હતું

સ્થળ પરથી મળતી માહિતી મુજબ, વલસાડના પારનેરા ગામના ડુંગરી ફળિયામાં નવગાળાની ચાલ તરીકે ઓળખાતું ઐતિહાસિક મકાન આજે સવારે મળસ્કે 5:00 વાગ્યાના સમારે ધડાકાભેર તૂટી પડ્યું હતું. જેથી પડોશમાં રેહતા વનેશભાઈ પટેલ દોડી આવ્યા હતા. અને વાનેશભાઈની બન્ને બાઈક મકાનના કાટમાળમાં દટાઈ ગઈ હતી. જેથી તેમની બાઈકમાં ભારે નુકશાન થયું હતું. આ અંગે વનેશભાઇ એ આ ઐતિહાસિક મકાન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મકાનમાં જેતે સમયે માજી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ, માજી નાયબ મુખ્ય મંત્રી ડી.સી.પટેલ, મોરારી બાપુ સહિતના મહાનુભાવો અહીં સભાનું આયોજન કરતા હતા. હાલ તો આ મકાન છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હોવાને લીધે અત્યંત જર્જરીત થઈ ગયું હતું. જેને લીધે આજે વેહલી સવારે આ મકાન તૂટી પડ્યું હતું.
X
મકાન અત્યંત જર્જરીત થઈ ગયું હતુંમકાન અત્યંત જર્જરીત થઈ ગયું હતું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી