દારૂની હેરાફેરી માટે અજમાવ્યો અનોખો કીમિયો, નાની ગાડીમાં બનાવ્યું ચોરખાનું, તેમાં રખાતો દારૂ

divyabhaskar.com

Dec 04, 2018, 04:14 PM IST
police seized car who have hidden store for liquor

વલસાડઃ ગુજરાતમાં કોઇને કોઇ અનોખા પ્રયોગો કરીને દારૂ ખુસાડવામાં આવી રહ્યો છે. અનેકવાર આપણે વાંચતા હોઇએ છીએ કે ગાડીમાં વિવિધ પ્રયોગો કરીને તેમાં દારૂ સંતાડીને તેની હેરાફેરી કરવામાં આવે છે. આવો જ એક અનોખો પ્રયોગ કરીને દારૂની હેરાફેરી કરી રહેલા એકની વલસાડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કાર ચાલકે નાની કારમાં એક ચોરખાનું બનાવ્યું હતું, જેમાં બિયરની ટીન મૂકવામાં આવ્યા હતા.

નાની કારમાં સીટ નીચે બનાવ્યું ચોરખાનું
વલસાડ સિટી પોલીસને બાતમી મળી હતી કે એક નાની કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેને લઇને પોલીસે હાઇવે પર વોચ ગોઠવી હતી અને આ કારને પકડી પાડી હતી. કારની તલાશી લેતા કારની સીટ નીચેથી એક ચોરખાનું મળી આવ્યું હતુ. જેમાં તપાસ કરતા પોલીસને તેમાંથી બિયરના ટીન મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ ટીનની માત્રા 2 પેટી બિયર જેટલી હતી. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે અને આ દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો છે તે અંગે પૂછપરછ કરી રહી છે.

(અહેવાલ અને વીડિયોઃ ચેતન મહેતા, વલસાડ)

X
police seized car who have hidden store for liquor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી