ગુજરાતના નાનકડાં ગામના છોકરાના એથ્લેટિક્સ ડાન્સને વિદેશીઓ પણ જોતા રહી ગયા, રશિયામાં જીત્યો ગોલ્ડ મેડલ

હિપ-હોપ ચેમ્પિયનશિપમાં બન્યો ભારતીય ટીમનો કેપ્ટન, નાસિકમાં લીધી હતી ટ્રેનિંગ

divyabhaskar.com | Updated - Dec 04, 2018, 01:40 PM

વલસાડઃ તાજતેરમાં રશિયાના મોસ્કો ખાતે યોજાયેલી હિપ-હોપ ચેમ્પિયનશિપમાં ગુજરાતના નાનાકડાં ગામ કલગામના વિદ્યાર્થીએ એથ્લેટિક્સ ડાન્સમાં ગોલ્ડ મેડલ જીતીને રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. જ્યારે આ છોકરો પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે હાજર તમામ લોકો જોતા રહી ગયા હતા. તેની અથાગ મહેનત અને પ્રતિભાના જોરે તેણે આ મેડલ પોતાના નામે કર્યું હતું.

એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે રાહુલ બારિયા
ઉમરગાના કલગામનો રાહુલ સંતોષ બારિયા નાસિક ખાતે આવેલી જીએન સપકાલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી BE એન્જિનિયરિંગ પાસ કર્યું છે. રાહુલને પહેલાથી જ ડાન્સ કરવાનો શોખ હતો પરંતુ કોઇકારણવશ તે પોતાનો આ શોખ પુરો કરી શક્યો ન હતો. તેવામાં જ્યારે તે નાસિકમાં અભ્યાસ અર્થે ગયો ત્યારે ત્યાં તેણે હિપ હોપ ડાન્સ ફોર્મ શીખવાની શરૂઆત કરી હતી.

આસાન ન હતો રશિયાનો પ્રવાસ
ડાન્સ એ તેનું પેશન છે, પરંતુ ઘરની સ્થિતિ એવી ન હતી કે તે આવી કોઇ મોટી કોમ્પિટિશનમાં ભાગ લઇ શકે. તેના પિતા ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. તેમજ જ તેણે તાજેતરમાં જ એન્જિનિયરિંગ પાસ કર્યું હોય તે જોબ શોધી રહ્યો છે. સાથે જ આ કોમ્પિટિશનની પણ તે તૈયારી કરી રહ્યો હતો. તેવામાં જ્યારે તેને જાણવા મળ્યું કે આ માટે તેણે 1.85 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે, તો થોડોક સમય તે મુંઝવણમાં મુકાયો હતો, પરંતુ બાદમાં તેણે વ્યાજે રૂપિયા લઇને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેને 16થી 20 નવેમ્બર દરમિયાન યોજાયેલી આ ચેમ્પિયનશિપ માટે ભારતીય એથ્લેટિક્સ ડાન્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ ચેમ્પિયનશિપમાં પોતાના પરફોર્મન્સથી તેણે ગોલ્ડ મેડલ જીતીને ગૌરવ અપાવ્યું છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App