12 કલાક દરિયામાં તરીને આવેલા યુવકે જણાવી કહાણી, ‘રાત્રે બોટની ધાર પર લઘુશંકા કરવા ગયો ને પવનના સપાટાએ દરિયામાં ફંગોળી દીધો’

divyabhaskar.com

Dec 03, 2018, 10:58 AM IST
fisherman from pardi swimming in sea 12 hours

વાપી: મધદરિયે પાણીના પ્રવાહમાં ડુબી જતાં લોકોના જીવ બચવાની સંભાવના ખુબ ઓછી થઇ જાય છે. કારણ કે લોકો એક-બે કલાક તર્યા બાદ તેની શકિત ઘટી જવાથી મોત નિપજતું હોય છે, પરંતુ પારડીના ઉમરસાડીનો માછીમાર દરિયામાં ગરકાવ થયા બાદ સતત 12 કલાક સુધી દરિયામાં તરીને બહાર આવતાં જયાં-જયાં માછીમારો વસે છે તેઓ ચોંકી ગયા છે. દરિયામાં ડૂબેલા માછીમારને કોસંબાની બોટ મળી જતાં ઉમરસાડીના માછીમારનો વિખાતો માળો બચી ગયો હતો.

બોટ જાતે જ ચાલતી રહી હતી
ઉમરગામથી સુરત સુધીના દરિયામાં સ્થાનિક માછીમારો મચ્છી પકડવા માટે જાય છે. ત્યારે પારડીના ઉમરસાડીના ઈશ્વર કાંતિલાલ ટંડેલ પોતાના બે સાથી સાથે દરિયામાં જતાં કોસંબા દીવાદાંડી પાસે વિચિત્ર ઘટના બની હતી. બોટ ચલાવી રહેલા ઇશ્વરભાઇ લઘુશંકા કરવા બોટના કિનારે આવતાં જારદાર પવનના કારણે દરિયામાં ગરકાવ થઇ ગયા હતાં. બોટ જાતે જ ચાલતી રહી હતી. મધ્યદરિયે ગરકાવ થયા બાદ ઇશ્વરભાઇ કલાકો સુધી તરિયા હતા. તેમની જિંદગીનો અંતિમ સમય હોય તેમ ફરિસ્તા તરીકે કોસંબાની એક બોટ મળી હતી. આ બોટના કારણે ઇશ્વરભાઇનો માંડ જીવ બચ્યો હતો. ઉમરસાડીના એક પરિવારનો માળો વિખાતા રહી ગયો હતો.

દરિયામાં પવન પર વિશ્વાસ કરવો નહીં
ઉમરસાડીથી અમે 3 લોકો બોટમાં નિકળ્યાંને માત્ર દોઢ કલાક પછી કોસંબા દીવાદાડીં પાસે પહોંચ્યા હતાં. જયાં હું લઘુશંકા કરવા જતાં અચાનક પવનથી દરિયામાં પડી ગયો હતો. દરિયામાં પડયા બાદ તરત જ તરવાનું શરૂ કરી દીધુ હતું. મને ખ્યાલ હતો કે તરતા-તરતા કોઇને કોઇ બોટ આવશે તેમાં બેસીને હું બચી જવા, પરંતુ કલાકો વિતવા છતાં પણ બોટ ન આવતાં મૈં દરિયા કિનારે તરીને આવવાનું મન બનાવ્યું હતું, 12 કલાક બાદ એક કોસંબાની બોટ આવી હતી.

ભગવાન બનીને આવી બીજી બોટ
બોટ દેખાતા મને ભગવાન પણ દેખાયા હતા. કારણ કે બોટના કારણે મારો જીવ બચ્યો છે. 12-12 કલાક સુધી દરિયામાં તરીયો પરંતુ નાની એક પણ ઇજા થઇ નથી. માત્ર પગને માલીશ કરતાં તમામ દુ:ખાવો દુર થઇ ગયો છે. માછીમારોને એક સંદેશ આપવો છે કે દરિયામાં જાય ત્યારે પવનની દિશા જોયા વગર કોઇ કામગીરી કરવી નહીં. - ઇશ્વર ક્રાંતિલાલ ટંડેલ,માછીમાર, ઉમરસાડી

X
fisherman from pardi swimming in sea 12 hours
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી