પિતાનો ગ્લેમર ગર્લ સાથે ડાન્સનો વીડિયો વાયરલ થતા દીકરી થઇ ભાવુક, ફેસબુક પર લખ્યુ ‘મારા પિતા સાથે ડાન્સ કરનાર મારી ફેમેલી ફ્રેન્ડ છે’

divyabhaskar.com

Dec 01, 2018, 12:28 PM IST
DHO dr vk das viral dance video daughter says she is family friend and share some photos

અમદાવાદઃ દમણ-દીવ અને દાનહમાં મુખ્ય આરોગ્ય અધિકારીના પદ પર બિરાજમાન તેમજ સેલવાસ-દમણની સરકારી હોસ્પિટલના ડાયરેકટર ડો. વી.કે.દાસ હાલ વિવાદમાં આવ્યા છે. કારણ કે ડો. વી.કે.દાસ હિન્દી ગીત પર ઠુમકા મારતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. એક તરફ અધિકારી આ વીડિયો પોતાના ફેમિલી ફંકશનનો હોવાનું જણાવી રહ્યા છે. બીજીતરફ શુક્રવારે એવી ચર્ચા ઉઠી હતી કે, આ વીડિયો કોલેજની ફ્રેશર પાર્ટીનો છે. પિતાનો વીડિયો વાયરલ થતાં દીકરી ભાવુક થઇ ગઇ હતી. તેણે ફેસબુક પર આ અંગે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે એ છોકરી તેમની ફેમેલી ફ્રેન્ડ છે, તો એ ગ્લેમર ગર્લે પણ ડો. દાસને પોતાના ફાધર ફિગર ગણાવ્યા છે.

મારા પિતા સાથે ડાન્સ કરનાર મારી ફેમેલી ફ્રેન્ડ છેઃ શ્રુતિ દાસ( ડો. વીકે દાસના પુત્રી)
ડો. વીકે દાસનો વીડિયો વાયરલ થયા બાદ તેમની દીકરી શ્રુતિ દાસ દ્વારા પોતાના ફેસબુક પેજમાં ખુલાસો આપ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ અને ન્યૂઝ ચેનલ્સ દ્વારા મારા પિતાની છબીને ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારા પિતા(ડો. વીકે દાસ) છેલ્લા ઘણા વર્ષોથી હાર્ડ વર્ક અને ડેડિકેશન સાથે સેવા આપી રહ્યાં છે. આવુ કૃત્ય પરિવારનું વાતાવરણ બગાડવા માટે કરવામાં આવ્યું છે. મને આઘાત લાગ્યો છે કે અમારા પ્રાઇવેટ ફંક્શનની તસવીરોને આ રીતે રજુ કરવામાં આવી રહી છે. જે ગ્લેમર ગર્લ્સની વાત મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે, તે છોકરી સાથેના અમારી કેટલીક ફેમેલી તસવીરો ટેગ કરી રહી છું.

ડો. દાસ અમારા માટે ફાધર ફિગર છેઃ મલ્લિકા મલ્હોત્રા
ડો. દાસ સાને જે ગ્લેમર ગર્લ્સ ડાન્સ કરતી વીડિયોમાં જોવા મળે છે, તેમાની એક મલ્લિકા મલ્હોત્રાએ શ્રુતિ દાસે કરેલી પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું છે કે અમે મલ્હોત્રા સિસ્ટર માટે ડો. દાસ અમારા માતે ફાધર ફિગર છે. અમે એક ફેમેલી જેવા છીએ. આ ફેમેલી વિશે આવું લખતા પહેલા વિચારવું જોઇએ અને શ્રુતિની માફી માંગવી જોઇએ.

વીડિયોમાં દેખાતી યુવતી મારી દિકરીની મિત્ર છેઃ ડો. વીકે દાસ
આ અમારૂ ફેમિલી ફંકશન હતું. જેમાં મારી દિકરીઓ પણ મારી સાથે હાજર હતી. મારી સાથે જે ગીત ગાતા દેખાઇ રહી છે તે યુવતી મારી દિકરીની મિત્ર છે અને તે પણ મારી દિકરી સમાન જ છે. જેથી આમા કોઇ વિવાદનો પ્રશ્ન ઉદભવતો નથી. આ વાતને વધારે ચગાવવી ન જોઇએ.- ડો. વી.કે.દાસ, આરોગ્ય અધિકારી

મુખ્ય આરોગ્ય અધિકારીનો એક વીડિયો વાયરલ થયો
દમણ-દીવ અને દાનહમાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે ડો. વી.કે.દાસ લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. હાલમાં જ સેલવાસમાં મેડિકલ કોલેજને પણ મંજૂરી મળી છે. પરંતુ હાલ દાનહના મુખ્ય આરોગ્ય અધિકારીનો એક વીડિયો વાયરલ થયો છે. જેનાથી વિવાદ ઉભો થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં ‘મેરા નશા તૂ ચખ લે આજા મેરી ગલી’ ગીત પર મુખ્ય આરોગ્ય અધિકારી ડો. વી.કે.દાસ મહિલા ગાયક સાથે ઠુમકા મારતા નજરે પડી રહ્યા છે.

X
DHO dr vk das viral dance video daughter says she is family friend and share some photos
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી