ફ્રેશર પાર્ટીમાં હોસ્પિટલના ડાયરેક્ટરનો ચાર ગ્લેમર ગર્લ સાથે ડાન્સ, વીડિયો થયો વાયરલ

divyabhaskar.com

Dec 01, 2018, 07:57 AM IST
DHO dance with glamour girl in fresher party goes viral

વાપીઃ દમણ-દીવ અને દાનહમાં મુખ્ય આરોગ્ય અધિકારીના પદ પર બિરાજમાન તેમજ સેલવાસ-દમણની સરકારી હોસ્પિટલના ડાયરેકટર ડો. વી.કે.દાસ હાલ વિવાદમાં આવ્યા છે. કારણ કે ડો. વી.કે.દાસ હિન્દી ગીત પર ઠુમકા મારતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. એક તરફ અધિકારી આ વીડિયો પોતાના ફેમિલી ફંકશનનો હોવાનું જણાવી રહ્યા છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં આ વીડિયો ચારેતરફ ચર્ચાની એરણે ચઢ્યો છે. બીજીતરફ શુક્રવારે એવી ચર્ચા ઉઠી હતી કે, આ વીડિયો કોલેજની ફ્રેશર પાર્ટીનો છે.

મુખ્ય આરોગ્ય અધિકારીનો એક વીડિયો વાયરલ થયો
દમણ-દીવ અને દાનહમાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે ડો. વી.કે.દાસ લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. હાલમાં જ સેલવાસમાં મેડિકલ કોલેજને પણ મંજૂરી મળી છે. પરંતુ હાલ દાનહના મુખ્ય આરોગ્ય અધિકારીનો એક વીડિયો વાયરલ થયો છે. જેનાથી વિવાદ ઉભો થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં ‘મેરા નશા તૂ ચખ લે આજા મેરી ગલી’ ગીત પર મુખ્ય આરોગ્ય અધિકારી ડો. વી.કે.દાસ મહિલા ગાયક સાથે ઠુમકા મારતા નજરે પડી રહ્યા છે.

મેડિકલ સ્ટુડન્ટના વિદ્યાર્થીઓમાં રમૂજ ઉભી થઇ
આ વીડિયો ચારેતરફ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ડો. દાસ સંઘપ્રદેશમાં આરોગ્ય વિભાગના હેડ છે અને દમણ, દાનહ માટે મેડિકલ કોલેજમાં લેવાનાર પ્રોફેસર્સ સહિત સમગ્ર પ્રક્રિયામાં મહત્વનો રોલ ભજવી રહ્યા છે. ત્યારે તેમનો અશ્લિલ ગીત પર ઠુમકો મારતા વીડિયો પર અધિકારીઓ, આરોગ્ય વિભાગના ડોકટરો અને મેડિકલ સ્ટુડન્ટના વિદ્યાર્થીઓમાં રમૂજ ઉભી કરી છે. આમ દાનહના સરકારી અધિકારી ડો. વી.કે.દાસના વીડિયોનો વિવાદ વકરશે કે શાંત થશે તેના પર સૌની નજર મંડાયેલી છે. આમ હાલ ડો. દાસના વીડિયોએ ખાસ્સી ચર્ચા જગાવી છે.

વીડિયોમાં દેખાતી યુવતી મારી દિકરીની મિત્ર છે
આ અમારૂ ફેમિલી ફંકશન હતું. જેમાં મારી દિકરીઓ પણ મારી સાથે હાજર હતી. મારી સાથે જે ગીત ગાતા દેખાઇ રહી છે તે યુવતી મારી દિકરીની મિત્ર છે અને તે પણ મારી દિકરી સમાન જ છે. જેથી આમા કોઇ વિવાદનો પ્રશ્ન ઉદભવતો નથી. આ વાતને વધારે ચગાવવી ન જોઇએ.- ડો. વી.કે.દાસ, આરોગ્ય અધિકારી

X
DHO dance with glamour girl in fresher party goes viral
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી