તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં ઠેર ઠેર વરસાદ: નદીઓ બંને કાંઠે વહી, જોવા લોકોની ભીડ ઉમટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકામાં રાત્રિએ ઉઘાડ  રહ્યો હતો,પરંતુ શુક્રવારે સવારથી ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણી થઇ ગયા હતા.ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી દ્વારા મળેલી માહિતી મુજબ કપરાડામાં સવારે 6 થી 7 વાગ્યાના માત્ર એક કલાકમાં જ સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
 
સવારે 1 કલાકમાં જ કપરાડામાં સાડા પાંચ ઇંચ વરસાદ

શુક્રવારે સાંજે 4 વાગ્યા સુધીમાં કપરાડા તાલુકામાં કુલ સાડા આઠ ઇંચ વરસાદ ઝિંકાતા સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવનને અસર પહોંચી હતી. વાહનચાલકો,વિદ્યાર્થીઓ અને સવારે નોકરીએ જનારાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ધરમપુર તાલુકામાં પણ  સાડા ચાર ઇંચ વરસાદ પડયો હતો.ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે તાન, માન, ઔરંગા, પાર, કોલક નદી બંન્ને કાંઠે ‌વહેતા વહીવટી તંત્ર સાબદું થઇ ગયું હતું.
 
કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
 
શહેરના રેલવે યાર્ડ ,શાકભાજી મારકેટ પાસે રસ્તા પરપાણી ભરાયું હતું. મુ્લ્લાવાડી મહાવીર સોસાયટીમાં ઝાડ ધરાશાયી થયું હતું.મોગરાવાડી રેલવે ગરનાળામાં પણ વરસાદી પાણીનો પ્રવાહ વધી જતા લોકોને શહેરમાં આવવા જવા માટે અબ્રામા રેલવે યાર્ડ થઇને મોટો ચકરાવો ખાવો પડ્યો હતો.
 
નગરપાલિકાનો વોટર વર્કસ ડેમ છલકાયો
 
વલસાડ પાલિકાના અબ્રામા વોટર વર્કસનું ડેમ ઉપરવાસના ભારે વરસાદના પગલે છલકાયું હતું.ડેમ પરથી પાણીનો અવિરત પ્રવાહના વહેણને લઇ ડેમમાં પાણીની સપાટી 5 પગથિયાં ઉપર આવી જતા વારિગૃહનો સ્ટાફ ડેમ પર પહોંચી ગયો હતો.
 
આગળ વાંચો, ભાગડા બંદર પર નદીનું પાણી વહેતું થતાં ભય
અન્ય સમાચારો પણ છે...