તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરો ન ભરતા 25 દિવસમાં વાપી શહેરની 70 જેટલી મિલકતો સીલ કરવામાં આવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: વાપી નગરપાલિકા દ્વારા વેરા-વસુલાતની ઝૂંબેશ યથાવત રહી છે. સોમવારે ડુંગરા વિસ્તારની એકી સાથે 11 જેટલી દુકાનોસીલ કરી 1.25 લાખની વસુલાત કરાઇ હતી. 25 દિવસમાં કુલ 70 જેટલી મિલકતો પાલિકા દ્વારાસીલ કરાઇ છે. આ ઉપરાંત માત્ર છેલ્લા 10 દિવસમાં રૂ.22 લાખથી વધુની આવક પાલિકાના ચોંપડે નોંધાઇ છે.
- વેરો ન ભરતા 25 દિવસમાં વાપી શહેરની 70 જેટલી મિલકતો સીલ કરવામાં આવી
- શુક્રવારે વેરો ન ભરતાં ડુંગરા વિસ્તારની કુલ 11 મિલકતો સીલ
- છેલ્લા 10 દિવસમાં 22 લાખથી વધુની આવક પાલિકાના ચોપડે નોંધાઇ

મિલકતસીલ કરવાની કાર્યવાહીમાં બહાર રહેતાં મિલકત ધારકોની સૌથી વધારે મિલકતોસીલ કરાઇ છે. જો કે મિલકતસીલ કરવાની કાર્યવાહીના પગલે લોકો પણ પાલિકાની કચેરીમાં આવીને વેરો ભરી રહયાં છે. વાપી નગરપાલિકાના વેરા-વસુલાત વિભાગની ટીમે વસુલાતની કામગીરીને તેજ બનાવી છે. છેલ્લા થોડા દિવસોથી પાલિકાના કર્મચારીઓએ વિવિધ ટીમો બનાવી વેરા-વસુલાતની કામગીરી હાથ ધરી છે.વેરો ન ભરતાં મિલકત ધારકોના નળ કનેકશન કાપવાની ચિમકી પણ પાલિકા દ્વારા અપાઇ હતી.

શુક્રવારે વાપી પાલિકાની ટીમે માત્ર ડુંગરા વિસ્તારમાં જ વેરા-વસુલાતની કામગીરી હાથ ધરી હતી. જેમાં દુકાનો સહિત કુલ 11 મિલકતોને સ્થળ પરસીલ કરાઇ હતી. જયારે 1.25 લાખની વસુલાત કરાઇ હતી.મિલકતસીલ કરાતાં બાકીદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો.વાપી પાલિકા પ્રમુખ હાર્દિક શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી વેરા-વસુલાત કામગીરીને ધીમે-ધીમે પ્રતિસાદ મળી રહયો છે. કારણ કે મિલકતોસીલ કરવાની કાર્યવાહીના પગલે શહેરીજનો પણ પાલિકાની કચેરીમાં આવીને વેરો ભરી રહયા છે. જેને લઇ પાલિકા દ્વારા વેરા વસુલાતનો લક્ષ્યાંક પૂર્ણ કરવાની કવાયત હાથ ધરાઇ છે.
અત્યાર સુધીમાં 7.50 કરોડની વસુલાત
વાપી પાલિકા દ્વારા વર્ષ દરમિયાન કુલ રૂ.11 કરોડના માંગણું થાય છે. જેની સામે અત્યાર સુધીમાં વેરા-વસુલાતની કામગીરી તેજ કરાતાં પાલિકાની આવકમાં વધારો નોંધાયો છે. 11 કરોડની સામે 7.50 કરોડની વસુલાત થઇ ચુકી છે. બાકી લક્ષ્યાંક પણ પૂર્ણ કરવા પણ પાલિકાએ મથામણ હાથ ધરી છે. માર્ચ પૂર્ણ થતાં 90 ટકાની આસપાસ ટાર્ગેટ પૂર્ણ થાય તેવી શકયતા છે.
નોટિશનો સિલસિલો યથાવત
વાપી નગરપાલિકા દ્વારા જાન્યુઅારીના પ્રારંભથી બાકીદારોને નોટિશ આપવાની કવાયત હાથ ધરાઇ હતી. આ પ્રક્રિયા હજુ પણ યથાવત રાખવામાં આવી છે. નોટિશોના કારણે મિલકતો ધારકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. તો બીજી તરફ સ્લમ વિસ્તારમાં નોટિશો આપવા છતાંં પણ મિલકત ધારકોએ વેરો ભરવામાં ઓછો રસ દાખવ્યો છે. સ્લમ વિસ્તારમાં વેરા-વસુલાતની કામગીરીને પણ ઓછો પ્રતિસાદ મળી રહયો છે.
અન્ય સમાચારો પણ છે...