તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહમાં 7 ઈંચ વરસાદ, 8 ગામમાં એલર્ટ જાહેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ: હવામાન ખાતેએ કરેલી  ભારે વરસાદની આગાહી સાચી પડી છે.દક્ષિણ ગુજરાતની હદને અડીને આવેલા સંઘ પ્રદેશ દાનહમાં  છેલ્લા 24 કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે.આ ઉપરાંત ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે  મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના તમામ 10 દરવાજા 3 મીટર ખોલી  1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું  છે.
 
મધુબન ડેમના 10 દરવાજા ખોલી1.30 લાખ ક્યુસેક પાણી છોડાયું
 
મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતા દાનહની તમામ નદીઓ અને નહેર છલકાઇ હતી તો 7 ઇંચ વરસાદને કારણે હંમેશની જેમ નક્ષત્ર વન,સેલવાસ બસ ડેપો સહીત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. છેલ્લા 24 કલાકમાં દાનહમાં  7 ઈંચ કરતા વધુ વરસાદ થતા દમણ ગંગા નદી પર આવેલા મધુબન ડેમના 10 દરવાજા 3 મીટર ખોલ્યા છે. જેને લઇ સેલવાસમાંથી પસાર થતી  દમણ ગંગા નદી બંને કિનારે વહેતી થઇ હતી. હાલ ડેમમાંથી 1 લાખ 13 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જેની સામે પાણીની આવક 1 લાખ 18 હજાર ક્યુસેક છે.મધુબન ડેમની સપાટી 72.70 મીટરની થઇ છે.  સેલવાસ દમણગંગા નદીમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાતા નદી કિનારે  આવેલા વન ધારા ગાર્ડન અને નક્ષત્ર વનનેબંધ કરી દેવાયા છે.
 
આ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે

ભારે વરસાદ અને મધુબેન ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે દાનહના દમણગંગા નદી કિનારે આવેલા અને નીંચાણવાળા એવા રખોલી, મેઘમાળ, મસાટ, સામરવરણી, ભૂરકુંળ ફળિયા, આબેડકર નગર, તીઘરા અને દાદરા ગામને એલર્ટ જાહેર કરાયા છે. સાથે જ પ્રશાસન દ્વારા તકેદારીના ભાગ રૂપે ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી લોકોને નદી કિનારે ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
 
અન્ય સમાચારો પણ છે...