તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂ. 65 લાખ મંજૂર થયા હોવા છતાં ધરમપુરનું રાધાકૃષ્ણ મંદિર જર્જરિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધરમપુર: ધરમપુરના રાજવી કાળનું ઘરેણુ સમાન આશરે 200 વર્ષ પુરાણુ રાધા ક્રિષ્ણ મંદિરના શિખર પરથી નળિયા, પોલા થઇ ચૂકેલા લાકડામાંથી હાલે ચોમાસાના પાણીનું વળતર સીંધુ રાધા-ક્રિષ્ણ ભગવાનની મૂર્તિઓ પર થતાં ભાવિક ભકતોમાં રોષની સાથે તેમની લાગણી દુભાઇ રહી છે. પુરાતત્વ વિભાગના હસ્તકમાં આવેલા આ ભવ્ય મંદિરના રિનોવેશન સંદર્ભે ગતવિધાન સભા સત્રમાં સ્થાનિક ધારાસભ્યએ લેખિતમાં ઉઠાવેલા પ્રશ્નબાદ તેમને મળેલા મંત્રી તરફથી 65 લાખ રૂપિયા રિનોવેશન માટે મંજૂર કરાયા હોવાનો લેખિતમાં મળેલો જવાબના અનુસંધાને બુધવારે મંદિરની મુલાકાત લીધી હતી.
ધારાસભ્યએ વિધાનસભા સત્રમાં મંદિર મુદ્દે પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો

મંદિરમાં દર્શન બાદ ઉપરથી વરસાદી પાણીનું ગળતર રાધા-ક્રિષ્ણ ભગવાનની મૂર્તિ ઉપર થતાં તેમની લાગણી દુભાતા તેમણે આક્રોશ વ્યકત કરી સરકારની ઝાટકણી કાઢી હતી.ધરમપુરનું પૌરાણિક રાધાક્રિષ્ણ મંદિરમાં પુરાતત્વ વિભાગની બેદરકારીને લઇ રિનોવેશનના અભાવે હાલે મંદિરના શિખર પરથી નળિયા, પોલા-સડી ગયેલા લાકડામાંથી વરસાદી પાણીનું ગળતર મૂર્તિઓ પર થતા પૂજારી સહિત ભકતોની લાગણી દુભાઇ રહી છે. મંદિરના પૂજારી વિજય શાસ્ત્રીના જણાવ્યા મુજબ ત્રણ માળના આ મંદિરના ઉપરના ભાગે જવા માટેના દાદર તથા ઉપલો ભાગ લાકડાનો બનેલો હોય વર્ષોથી ચોમાસામાં થતા પાણીના ગળતરને લઇ પોલા અને સડી ચૂકયા છે.

આ પૌરાણિક મંદિરના રિનોવેશન માટે અવારનવાર માગ ઉઠી હતી. મંદિરના રિનોવેશન સંદર્ભે નવ નિર્માણ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પણ અપાયંુ હતું. ત્યારબાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ધ્યાને આ બાબત આવતા તેમણે પુરાતત્વ વિભાગને જરૂરી સૂચનાઓ અાપતા એક વર્ષ અગાઉ પુરાતત્વ વિભાગની ટીમે મંદિરની મુલાકાત લીધી હતી. પૂજારીના જણાવ્યા મુજબ સાત મહિના પહેલા કોન્ટ્રાકટરો દ્વારા મંદિરનું નિરીક્ષણ કરી માપ લઇ ગયા બાદ આજદિન સુધી રિનોવેશન સંદર્ભે કોઇ નક્કર કામગીરી કરી નથી. કોંગ્રેસી ધારાસભ્ય ઇશ્વર પટેલના જણાવ્યા મુજબ વિધાનસભા સત્રમાં મંદિરના રિનોવેશન સંદર્ભે તેમણે લેખિતમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. જે બોર્ડ ઉપર પણ ચર્ચા માટે આવ્યો હતો.

સરકારના મંત્રીએ મંદિરના રિનોવેશન માટે 65 લાખ રૂપિયા મંજૂર કરાયા હોવાનો લેખિતમાં જવાબ આપ્યો હતો. જે અનુસંધાને બુધવારના રોજ ઇશ્વરભાઇ પટેલ પત્ની સહિત મંદિરમાં દર્શન માટે આવી નિરીક્ષણ કરતા રાધા-ક્રિષ્ણ ભગવાનની મૂર્તિઓ ઉપર પાણીના ગળતરને લઇ તેમની લાગણી દુભાતા સરકારની નીતિ રીતિ સામે રોષ વ્યકત કર્યો હતો. તેમજ સરકાર દ્વારા જવાબ અપાય રહ્યા છે. પણ લોકોની આસ્થા સાથે જોડાયેલા આ ધાર્મિક પ્રશ્ન માટે કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથીનો આક્રોશ વ્યકત કર્યો હતો.

સરકારે રિનોવેશન મામલે અસમર્થ હોયતો લોકભાગીદારી, ટ્રસ્ટ સમિતિ પાલિકા કે મામલતદારને સુપ્રત કરી દેવામાં આવે જેથી મંદિરની જાળવણી થાય અને લોકોની આસ્થાન, શ્રધ્ધા જળવાઇ રહે, હાલે પુરાતત્વ વિભાગ ધરમપુરની ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમાન મંદિરનું રિનોવેશન સંદર્ભે કામ કરતું નથી અને કરવા દેતુ નથી ત્યારે અસમંજસની સ્થિતિમાં મુકાયેલા ભાવિક ભકતોએ શુ કરવું ω નો સોસરો સવાલ ધારાસભ્યએ ઉઠાવ્યો હતો. આ સાથે ધારાસભ્યએ રાધાક્રિષ્ણ મંદિરે પરિસરમાં આવેલા જર્જરિત થઇ ચૂકેલા હનુમાન ગઢીના મંદિરની મુલાકાત લઇ ચિંતા વ્યકત કરી તાકીદે આ મંદિરને ઉતારી તેના સ્થાને નવા મંદિરનું નિર્માણ કરી હનુમાનજીની મૂર્તિની સ્થાપના થાય એવી ઇચ્છા વ્યકત કરી હતી.
પ્લાસ્ટિક લગાવી મૂર્તિ બચાવવાનો પ્રયાસ
ધરમપુર શહેરમાં મૂર્તિઓની પ્રદક્ષિણા કરી શકાય એવું આ રાધા-ક્રિષ્ણા મંદિર એકમાત્ર છે. ત્યારે શકય હોય એટલી જલ્દી આ મંદિરનું રિનોવેશન થવુ જોઇઅે. અત્યારે મૂર્તિઓ ઉપર પાણીનું ગળતર થતા લોકોની લાગણી દુભાઇ રહી છે. જન્માષ્ટમી ઉત્સવના પ્રસંગે મોટી સંખ્યામાં આ મંદિરમાં લોકો ઉમટી પડે છે. હાલે ઉપરના ભાગે પ્લાસ્ટિક મૂકી પાણીથી મૂર્તિઓને બચાવવામાં આવે છે.


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો