તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

6 વર્ષ બાદ વાપી ક્રિટિકલી પોલ્યુટેડ એરિયામાંથી મુક્ત, ઉદ્યોગપતિઓમાં ખુશીની લહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: વાપી ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાંથી કયારે બહાર નિકળશે તેની અટકળોનો શનિવારે અંત આવી ગયો હતો. અંકલેશ્વરની મુલાકાતે આવેલાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ દવેએ અંકલેશ્વર, વટવા અને વાપીને ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર કાઢવાની વિધિવત જાહેરાત કરી હતી. જેને લઇ વાપીના ઉદ્યોગપતિઓમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. આખરે છ વર્ષ બાદ વાપી ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાં બહાર આવતાં નવા ઉદ્યોગોને પણ મંજુરી મળી રહેશે.સાથે-સાથે નવી રોજગારીની તકો ઊભી થવાથી વાપી શહેરનો વિકાસ પણ વધુ થશે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ દવેની જાહેરાત

વાપીને ક્રિટીકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર કાઢવા વાપીના ઉદ્યોગપતિઓએ દિલ્લી જઇ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી.દિવાળીની આજુ બાજુ આ જાહેરાત કરાશે એવી અટકળો પણ શરૂ થઇ ગઇ હતી, પરંતુ શનિવારે ખુદ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ દવેએ વટવા, અંકલેશ્વર અને વાપીને ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર કાઢવાની જાહેરાત કરતાં ઉદ્યોગપતિઓમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. કારણ કે વાપીના ઉદ્યોગોને સૌથી વધારે મોટો ફટકો પડી રહયો હતો.

નવા ઉદ્યોગોને મંજૂરી મળવાથી રોજગારીની તકો

2500 કરોડથી વધુનું રોકાણ ઘોંસમાં પડયું હતું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રીની જાહેરાતના કારણે વાપીને સૌથી મોટો ફાયદો થશે. છેલ્લા છ વર્ષથી વાપી ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાં હોવાથી નવા ઉદ્યોગો પર બ્રેક લાગી ગઇ હતી, પરંતુ સરકારે લીલીઝંડી આપતાં હવે વાપીમાં નવા ઉદ્યોગોનો માર્ગ મોકળો થયો છે. વાપી વીઆઇએ ખાતે શનિવારે સાંજેગ્રીન એન્વાયરો કંપની લિ.ના ડિરેકટર મહેશભાઇ પંડયા, એ.કે.શાહ સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહી વાપીના ઉદ્યોગને કેવી રીતે ફાયદો થશે તેની માહિતી આપવામાં આવી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો, 20થી 25 હજાર નવી રોજગારીની તકો ઊભી થશે....
અન્ય સમાચારો પણ છે...