તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ: કોરોમંડલ કંપનીમાં બોઇલર અચાનક બ્લાસ્ટ, 6 દાઝ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભીલાડ: સરીગામ જીઆઇડીસી સ્થિત કોરો મંડલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બુધવારે બપોરે મેન્ટેન્સની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક બોઇલરમાં બ્લાસ્ટ થતા 6 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઇજા ગ્રસ્તને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. કંપનીમાં બપોરે થયેલી બ્લાસ્ટના ઘટનાના પગલે દોડધામ મચી જવા પામી હતી.ઉમરગામના સરીગામ જીઅાઇડીસીમાં આવેલી કોરો મંડલ ઇન્ડસ્ટ્રિઝમાં બુધવારે બપોરે બોઇલરમાં મેન્ટેન્સની કામગીરી કરવામાં આવી રહી હતી. જોકે, કંપની દ્વારા કામદારને સુરક્ષાનાઅ કોઇ પણ સાધનો આપવામાં આવ્યા ન હતા. અચાનક કામ કરતી વખતે બોઇલરનો પ્રેશર પાઇપમાં લિકેજ થતા બ્લાસ્ટ થયો હતો.
આ બ્લાસ્ટને લઇને ત્યાં કામ કરી રહેલા 06 કામદાર દશરથ મનોહર ટંડેલ, પરવેશસિંગ, હિમાંશુ શેખર, અંકિત ગજ્જર, દ્વારીકાસિંગ તથા શુભમ શાહ ઉપર ગરમ વરાળ ઉડવાના કારણે તેઓ આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. આમ અચાનક કંપનીમાં જોરદાર અવાજ સાથે ધડાકો થવાના કારણે કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. બ્લાસ્ટના પગલે કોઇ મોટી દુર્ઘટના ન થાય એ માટે સરીગામ ફાયર બ્રિગ્રેડના લાશ્કરો પણ બનાવના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે આખા શરીરે ગંભીર રીતે દાઝેલા 06 કર્મચારીઓને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે હાલમાં વાપી ઉદ્યોગ નગર પોલીસે હોસ્પિટલની વર્દી મુજબ જાણવાજોગ નોંધ કરીને તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો