5220 ખેડૂતોને કેરીના નુકશાન પેટે 10.84 કરોડની સહાય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 5220 ખેડૂતોને કેરીના નુકશાન પેટે 10.84 કરોડની સહાય
- કમોસમી વરરસાદના કારણે જિલ્લાના ખેડૂતોને નુકશાન થયું હતું
- સહાયના નાણા તેમના બેંક ખાતામાં જમા કરાયા
વલસાડ: વલસાડ જિલ્લામા કેરીની મંજરીઓ ફુટવાના સમયે વરસેલા કમોસમી વરસાદના પગલે કેરીના પાકને થયેલા નુકશાનના બાગાયત-ખેતીવાડી અને મહેસુલ વિભાગની ટીમે કરેલા સંયૂકત સરવે બાદ 5220 ખેડૂતોને રૂ.10.84 કરોડની સહાય ચુકવવાની શરૂઆત કરી દેવામા આવી છે.જેના પગલે અસરગ્રસ્ત ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી છે.સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામા જાન્યુઆરી મહિનામા મંજરી ફુટવાના સમયેજ વરસેલા કમોસમી વરસાદના પગલે ફુટેલી મંજરીને ભારે નુકશાન પહોચ્યંુ હતુ.જેના પગલે ખેડુતોએ મોંધીદાટ દવા,ખાતર અને મજુરીનો કરાયેલો ખર્ચ માથે પડતા ખેડૂતોને આર્થિ્ક રીતે મોટુ નુકશાન પહોચ્યંુ હતુ.

જેના પગલે સરકારે ખેડુતોને સહાયભુત થવા બાગાયત વિભાગ-ખેતિવાડી વિભાગને કેરીના પાકને થયેલા નુકશાનનો સરવે કરવા આદેશ કર્યો હતો.જે સંદર્ભે કરાયેલા સરવેમા 5220 ખેડૂતોને નુકશાન થયુ હોવાનો રિપોર્ટ કર્યો હતો.જે રિપોર્ટના આધારે સરકારે જિલ્લામા ખેડૂતોની સહાય માટે રૂ.10.84 કરોડની સહાય મંજુર કરી હતી.જે ગ્રાંટ ફાળવાતા હાલે જિલ્લાના અસરગ્રસ્ત તમામ 5220 ખેડૂતોને તેમના બેંકખાતામા ડાયરેકટ પૂર્ણ સહાયની રકમ જમા કરી દેવામાં આવતા ખેડૂતોમા ખુશીની લાગણી જોવા મળી રહી છે. કારણ કે આ સહાયથી ખેડૂતોને ઘણી રાહત થશે. અને તેના માટે ખેડૂતો દિવ્યભાસ્કરના પ્રયાસને આભારી ગણાવી રહ્યા છે.
ભાસ્કરના અહેવાલ બાદ નુકશાનનો સરવે કરાયો હતો
કેરીના પાકને થયેલા નુકશાનના કરાયેલા પ્રથમ સરવેના રિપોર્ટમા બાગાયત-ખેતિવાડી વિભાગે કોઇ નુકશાન ન થયંુ હોવાનો રિપોર્ટ કર્યો હતો.જેમા તેમણે ખેડૂતોના ખેતરોમા જવાના બદલે માત્ર મોબાઇલફોનથી સરવે કર્યો હોવાનો ઘટસ્ફોટ દિવ્યભાસ્કરે ઉજાગર કર્યો હતો.અને દિવ્યભાસ્કરની ટીમે કરેલા સરવેમા કેરીના પાકને ગંભીર નુકશાન થયુ હોવાનું શોધી કાઢી અહેવાલ પ્રસિદ્ધ કરતા સરકારે તેની નોંધ લઇ ફરીવાર રિસરવેનો આદેશ કર્યો હતો,જેમા બાગાયત-ખેતિવાડી વિભાગની ટીમે 5220 ખેડૂતોને નુકશાન થયો હોવાનો રિપોર્ટ કર્યો હતો. જે અંતર્ગત સરકારે નુકશાનની સહાય પેટે જિલ્લામાં રૂ.10.84 કરોડની સહાયગ્રાંટ મંજૂર કરી હતી.
અન્ય સમાચારો પણ છે...