તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી નગરપાલિકાની 44માંથી 42 સીટ પર ભાજપનો વિજય, કોંગ્રેસના સૂપડાં સાફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યની જિલ્લા, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓની પેટા, મધ્ય સત્ર તેમજ સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ભાજપએ કુલ 125 બેઠકોમાંથી 109 બેઠક પર વિજય મેળવ્યો છે. નોટબંધી બાદ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોએ વડાપ્રધાનના નિર્ણયને સ્વિકૃતીની મહોર મારી છે. પરિણામ જાહેર થયા બાદ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી રુપાણી, પ્રદેશ પ્રમુખ વાઘાણી સહિતના ટોચના આગેવાનો અને કાર્યકરોએ મળીને વિજયોત્સવ મનાવ્યો હતો.
વાપી પાલિકાની 44માંથી 41 સીટ પર ભાજપનો વિજય
મુખ્યમંત્રી રુપાણીએ ભાજપના આ વિજયને વડાપ્રધાન મોદીના નોટબંધીના નિર્ણય પર પ્રજાએ મારેલી સ્વીકૃતિની મહોર સમાન ગણાવ્યો હતો. આ ઉપરાંત છોટા ઉદેપુર, નડીયાદ, બાવળા, પ્રાંતિજ, ધાનેરા, કાલાવડ, ઓખા, ઉપલેટા, વિસાવદર, ચોરવાડ તેમજ કોડીનાર નગરપાલિકાઓમાં કુલ 18 બેઠકો પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપ 17 બેઠક પર લડ્યો હતો. જેમાંથી 15 બેઠકો પર જીત હાંસલ કરીને કોંગ્રેસની 8 બેઠકો આંચકી છે. જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણીમાં ભાજપએ ગત સમયની સરખામણીએ કોંગ્રેસની 3 બેઠકો આંચકી છે, તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીમાં 3 બેઠકો અને ગોંડલ તાલુકા પંચાયતની મધ્ય સત્ર ચૂંટણીમાં 8 બેઠકો કોંગ્રેસ પાસેથી ઝૂંટવી છે.
વાપી પાલિકાની 44માંથી 41 સીટ પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે ત્રણ સીટ કોંગ્રેસના ફાળે ગઈ હતી. સુરતના કનકપુર-કસાડ પાલિકામાં 27 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. ગોંડલ તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 18 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે 4 બેઠકો પર કોંગ્રેસના વિજય થયો હતો. બાવળા પાલિકાની તમામ ચાર બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. મોદી ટ્વિટ કરીને આ અંગે રૂપાણી અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.
લોકો વિકાસની સાથેઃ મોદીનું ટ્વિટ
આ અંગે મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ફરીથી ભાજપ પર ભરોશો કરવા માટે જનતાનો આભારી છું. સીએમ તેમજ કાર્યકરોને અભિનંદન. નોર્થ ઈસ્ટ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને હવે ગુજરાતમાં બીજેપીએ સારું પ્રદર્શન કર્યું છે. આનાથી એવું સાબિત થાય છે કે લોકો વિકાસની સાથે છે, ભ્રષ્ટાચાર સાથે નહીં.
125માંથી 109 બેઠક પર ભાજપની જીત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપાએ ભગવો લહેરાવ્યો છે. પેટાચૂંટણીમાં કુલ 125 સીટમાંથી 109 બેઠક પર ભાજપાનો વિજય થયો જ્યારે કોંગ્રેસનો 17 બેઠકો પર વિજય થયો છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પહોંચી ગયા હતા.

કમલમ્ ખાતે ભાજપ દ્વારા જીતની ઉજવણી કરાઈ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ભાજપાના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કમલમ ખાતે ભાજપા દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી. તે દરમિયાન વિજય રૂપાણી અને જીતી વાઘાણી એકબીજાનું મોઢું મીઠું કરાવી રહ્યા હતાં. જ્યારે જીતુ વાઘાણીએ ટ્વીટ કર્યું હતું કે, ગુજરાતની જનતાએ કોંગ્રેસની બોલતી બંધ કરી છે તે જ રીતે 2017માં પણ વિધાનસભામાં કોંગ્રેસની બોલતી બંધ કરશે.
વાપી પાલિકામાં 44માંથી 41 સીટો પર ભાજપનો વિજય
વાપી પાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મંગળવારે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં 44માંથી 41 બેઠકો પર ભાજપે કબજો કરી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યાં હતાં. કોંગ્રેસે માત્ર 3 બેઠકો મેળવવામાં સફળતા મેળવી હતી. સવારે 11 વાગ્યા સુધીમાં કોંગ્રેસે એક પણ વોર્ડમાં ખાતુ ખોલાવી શક્યા ન હતાં. જેને લઇ ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. ગત નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 10 બેઠકો મેળવી હતી. આમ, કોંગ્રેસને વાપીમાં પોતાની આઠ બેઠકો ખોવાનો વારો આવ્યો છે. વાપી ભાજપમાં વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
- છોટાઉદેપુર પાલિકાના વોર્ડ નંબર 2ની ત્રણ અને 5ની એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર 2માં ત્રણ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે વોર્ડ નંબર 5ની એક સીટ પર કોંગ્રેસનો વિજય થયો હતો.
- બાવળા પાલિકામાં ખાલી પડેલ 4 બેઠકોની પેટા ચૂંટણીમાં તમામ 4 બેઠકો પર બીજેપીનો ભગવો લહેરાયો.
- બનાસકાંઠા જીલ્લા પંચાયતની ત્રણ બેઠકની ચૂંટણી યોજાઈ જેમાં બે બેઠક પર ભાજપનો વિજય થયો જ્યારે એક બેઠક કોંગ્રેસનાં ફાળે ગઈ. અગાઉ ત્રણેય બેઠકો પર કોંગ્રેસનો કબજો હતો.
- બનાસકાંઠા જીલ્લા પંચાયતની અંબાજી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર રવીરાજ ગઢવીનો વિજય થયો હતો.
- બનાસકાંઠાના નાંદોત્રા ભાખર જીલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રાજેન્દ્ર જોશીનો 9889 મત સાથે વિજય થયો.
- ખેડાના ગળતેશ્વર તાલુકાની વસો બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સ્નેહલબેન પટેલ 865 મતે વિજય થયો.
- ખેડાની માતર તાલુકા પંચાયતની આંતરોલી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના લલીતાબેન રાઠોળ 347 મતે વિજયી બન્યા હતાં.
- વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની વલણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી.
- સાબરકાંઠાની પ્રાંતિજ પાલિકામાં બે વોર્ડમાં ખાલી પડેલ જગ્યા માટે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વોર્ડ નં-4 માં કોંગ્રેસ બિનહરીફ, વોર્ડ નં-6માં ભાજપના લક્ષ્મીબેન રાઠોડનો 211 મતે વિજય થયો હતો.
- બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયત સીટ નં 1ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મગનજી પરમારનો વિજય થયો હતો.
- બનાસકાંઠા ધાનેરા નગર પાલિકા વોર્ડ ન.3 ભાજપનો વિજય થયો હતો.
આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...