• Gujarati News
  • 25 Year Young Boy Dead Body Found From The Railway Pool

વલસાડ: રેલવે પૂલ નીચે ફાંસો ખાધેલા 25 વર્ષીય યુવાનની લાશ મળી, રહસ્ય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડના ડુંગરી નજીક આવેલા બાલાજી કંપની પાછળથી પસાર થતી મુંબઈ-અમદાવાદ રેલવે લાઈનના પુલ નીચે એક અજાણ્યા 25 વર્ષીય યુવાને કપાળે લાલ પીળી ઓઢણી બાધી ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ ડુંગરી પોલીસને થતા તાત્કાલિક પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી.
Paragraph Filter
- અજાણ્યા 25 વર્ષીય યુવાને કપાળે ઓઢણી બાંધી ફાંસો ખાધો
- ડુંગરી પોલીસ અને રેલવે પોલીસની હદના મુદ્દે તપાસ અટવાઈ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના ડુંગરી નજીક આવેલી બાલાજી કંપનીના પાછળના ભાગે પસાર થતી મેઈન રેલવે ટ્રેકના પુલ નીચે એક અજાણ્યા 25 વર્ષીય યુવાનની ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મળી ગઈ હતી. બનાવની જાણ ડુંગરી પોલીસને થતા પીએસઆઈ વી.એન.ચૌધરી અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. પરંતુ હદના મામલે પોલીસ દુવિધામાં મુકાઈ હતી. રેલવે પુલની નીચે હોવાથી આ મામલે હવે રેલવે પોલીસ કાર્યવાહી કરશે કે ડુંગરી પોલીસ કાર્યવાહી કરશે એ મુદ્દે તપાસ ગુચવાઈ છે. જેથી ડુંગરી પોલીસે રેલવે પોલીસની રાહ જોઈ આગળની કાર્યવાહી કરવાનું મુનાસિબ માન્યું છે. જો કે પોલીસના પ્રાથમિક અનુમાનમાં અજાણ્યા યુવાને ફાસો ખાધો હોય એવું જણાય છે. જેણે પોતાના કપાળ ઉપર લાલ પીળા કલરની ઓઢણી પણ બાંધી હતી. મરનાર યુવાનના પગ સિમેન્ટ વાળા હોવાથી મજૂર વર્ગનો હોવાનું પોલીસે અનુમાન લગાવી તેની શોધખોળ આદરી છે.
આગળ ક્લિક કરો અને જુઓ ઘટનાની લાઈવ તસવીરો...
તમામ તસવીરો: રાકેશ પટેલ, ડુંગરી