તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં પોણા બે, વાપી દોઢ અને પારડીમાં એક ઇંચ વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ થયા બાદ શુક્રવારે ત્રણ તાલુકામાં મેઘરાજા થોડા નરમ પડ્યા હતાં.વલસાડમાં પોણા બે ઇંચ,વાપી તાલુકામાં દોઢ ઇંચ અને પારડીમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો.જ્યારે ધરમપુર,કપરાડા અને ઉમરગામ મળી તાલુકા દીઠ 05 મિમિ વરસાદ નોંધાયો હતો.
ધરમપુર, કપરાડા અને ઉમરગામમાં ઓછો વરસાદ થયો
સપ્ટેમ્બર માસમાં પ્રથમ અઠવાડિયાનાં અંત બાદ મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ શરૂ થઇ હતી.જો કે 7 સપ્ટેમ્બરથી મેઘરાજાની કૃપા થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.ગુરૂવારે રાત્રિ દરમિયા વલસાડમાં 09 મિમિ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ થયો ન હતો.જેને લઇ રાત્રિથી વરસાદની ગતિ થોડી ધીમી પડી હતી,પરંતુ શુક્રવારે દિવસ દરમિયાન વલસાડ તાલુકામાં સવા એક ઇંચ વરસાદ સાથેે પારડીમાં 1 ઇંચ,વાપીમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે ઉમરગામ,ધરમપુર અને કપરાડામાં વરસાદનું પ્રમાણ શુક્રવારે ઓછું રહ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો