તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાના ટ્રાન્સપોર્ટર સાથે મોટાપોંઢામાં 16 લાખની ઠગાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: કપરાડાના મોટાપોંઢામાં આવેલી રિયાપેરા પેક કંપની પાસેથી આઇસર ટેમ્પામાં કાર્ટુન (પુઠા) ભરી રૂ.1.44 લાખનો માલસામાન પાલનપુર બનાસડેરી ખાતે પહોંચાડવા ટેમ્પા ચાલક નિકળ્યો હતો,પરંતુ આઇસર ટેમ્પા ચાલક ફરાર થઇ જતાં આખરે મહેસાણાના ટ્રાન્સપોર્ટરે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. રૂ. 1.44 લાખનો કાર્ટુનનો માલસામાન તથા આઇસર ટેમ્પાની કિમંત રૂ.15 લાખ મળી કુલ 16.44 લાખના વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
કાર્ટુનના બોકસ ભરેલો ટેમ્પો બનાસડેરી સુધી ન પહોંચાડ્યો
મોટાપોંઢા ખાતે રિયાપેરા પેક નામની કંપની આવેલી છે. આ કંપની આગળથી 4 સપ્ટેંમ્બર સાંજે સાત કલાક બાદ ટેમ્પાના ચાલક મનોજદાસ (જેના પુરા નામઠામની ખબર નથી) રહે. મરના, બિહાર માં કાર્ટુન (પુઠા) બોકસ નંગ 300 કિંમત 144065 ભરી પાલનપુર ખાતે આવેલી બનાસડેરી પહોંચાડવા નિકળ્યો હતો, જે હજુ સુધી બનાસડેરી ખાતે પહોંચ્યો નથી. ટેમ્પા ચાલકે માલસામાન સગવગે કરી ટેમ્પો પરત ન આપી વિશ્વાસઘાત કરતાં આખરે મહેસાણાના ટ્રાન્સપોર્ટર અનિલકુમાર નારાયણ પટેલે વીરતાગામ ઓરડાવાસ તા.જિ. મહેસાણાએ નાનાપોંઢા પોલીસે ફરિયાદ નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો