તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14 વર્ષિય દિવ્યાંગે 4 કલાકમાં નોન સ્ટોપ 28 કિ.મીની દોડી પૂરી કરી જીત્યો બ્લેક બેલ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: તંદુરસ્ત વ્યકિતઓ અનેક સ્પર્ધાઓમાં ભાગ લેવા છતાં પણ સફળતા મળવી મુશ્કેલ છે. શારીરિક ફીટ હોવા છતાં પણ ઇચ્છિત પરિણામ મળી શકતું નથી, ત્યારે વાપીના દેગામમાં રહેતાં 14 વર્ષિય દિવ્યાંગને તાવ હોવા છતાં પણ 4 કલાકમાં 28 કિલોમીટરની દોડ પૂર્ણ કરી બ્લેક બેલ્ટ પ્રાપ્ત કર્યો હતો. આ દિવ્યાંગે પોતાનું અનોખુ કૌશલ્ય દર્શાવી સ્પર્ધકોને પ્રેરણા લેવા મજબૂરકર્યા છે. દિવ્યાંગની સિદ્ધીને સૌ બિરદાવી રહ્યાં છે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા સતત પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે શારીરિક રીતે ફીટ ન હોવા છતાં પણ દિવ્યાંગો પણ વિવિધ ક્ષેત્રે ઝળકી રહ્યાં છે. વાપી તાલુકાના દેગામ ગામે રહેતાં મિહિર હનુમાન પ્રસાદ દિવાકર બોલી પણ શકતો નથી અને સાંભળી પણ શકતો નથી. આ દિવ્યાંગને સામાન્ય વ્યકિતને જેમ બનાવવા માતા-પિતાએ કરાટેની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો હતો.
 
આ ટ્રેનિંગ બાદ બ્લેક બેલ્ટ માટે નોન સ્ટોપ દોડની તૈયારી કરાઇ હતી. પરંતુ મિહિરને તાવ આવતાં એક સમયે પરિવારે આ દોડમાં ભાગ ન લેવાનો વિચાર કર્યો હતો. ત્યારે મિહિરે મકકમ મને બ્લેક બેલ્ટમાં પ્રાપ્ત કરવા દોડમાં ભાગ લીધો હતો. આ દિવ્યાંગે માત્ર 4 કલાકમાં નોન સ્ટોપ 28 કિમી. દોડી બ્લેક બેલ્ટ મેળવામાં સફળતાં મેળવી હતી. તા‌વ હોવા છતાં પણ આ સિદ્ધી પ્રાપ્ત કરતાં વાપીના અનેક મહાનુભાવોએ મિહિરની સિદ્ધીને બિરદાવી હતી. કરાટેમાં ભાગ લેતાં મહિરિના જીવનમાં પણ અનોખુ પરિવર્તન આવી રહ્યું છે.
 
કરાટેના કારણે મારાપુત્રમાં બદલાવ આવ્યો આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...