તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે સ્માર્ટ વિલેજ તરીકે જિલ્લાના 14 ગામોને વિકસાવામાં આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: શહેરોમાં મળતી માળખાકીય સુવિધા" હવે ગામડા"માં મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સ્માર્ટ વિલેજની યોજના અમલમાં મૂકી છે. જેને અનુલક્ષીને વલસાડ જિલ્લામાંથી દરેક તાલુકા દીઠ બે ગામોને અલગ અલગ 16 માપદંડોને આધારે પસંદગી કરવામાં આવશે. આ માટે એક સમિતિની નિમણૂંક કરવામાં આવી છે. કપરાડા તાલુકાના ચાર ગામો સાથે કુલ 14 ગામોનો સ્માર્ટ વિલેજ યોજનામાં સમાવેશ થવાનો છે. 20 જુલાઇ સુધીમાં આ 14 ગામોના નામોની યાદી રાજય સરકારમાં મોકલી આપવામાં આવશે. જેના કારણે હવે આ ગામોમાં શહેરની જેવી સુવિધા મળી રહેશે.
20 જુલાઇએ 14 ગામના નામ નક્કી કરી સરકારમાં મોકલાશે
સરકાર દ્વારા ગામડા"માં શહેરોની જેમ જુદી જુદી સુવિધા" મળવી જોઇએ. જેમાં આરોગ્ય, શિક્ષણ, સ્વછતા કે પછી રસ્તા" અને દિવાબતી સહિતની સુવિધા"નો સમાવેશ થાય છે. જેથી કરીને કોઇ પણ ગામડામાં રહેતા વ્યકિતને શહેરમાં રહેતા હોય તેવો માહોલ મળી શકે છે. જે અંતગર્ત વલસાડ જિલ્લામાં આવેલા ગામોમાં પણ આ પ્રકારની સુવિધા મળી રહે તેવી કવાયત હાથ ધરાઇ છે. જુદા જુદા 16 મુદ્દા"ને ધ્યાને લઇ હવે 14 ગામડા"ની પસંદગી કરવામાં આવશે. વલસાડ જિલ્લાના છ તાલુકા"માંથી કપરાડા તાલુકાના ચાર ગામો અને અન્ય તમામ તાલુકામાંથી બે-બે ગામોની પસંદગી કરાશે. યાદી તૈયારી કરીને જિલ્લા સ્માર્ટ વિલેજ કમિટી રાજય સરકારને મોકલી આપશે. જેથી શહેરોમાં મળતી સુવિધા"ને ગ્રામ્ય કક્ષાએ આપી શકાય.20 જુલાઇ સુધીમાં 14 ગામોની પસંદગી કરી દેવાશે એવું સ્માર્ટ વિલેજ કમિટિએ જણાવ્યું હતું.
ગામોમાં રૂ.50 લાખથી રૂ.3 કરોડનો ખર્ચ કરાશે
જિલ્લામાંથી પસંદ કરવામાં આવેલા 14 ગામોની યાદીના આધારે ગાંધીનગર કક્ષાએથી મૂલ્યાંકન કરાશે. જેમાંથી પ્રત્યેક તાલુકાદીઠ 2 ગામ એમ કુલ આઠ ગામો તથા કપરાડા તાલુકાના 4 ગામોની પસંદગી કરાશે.જેમાં ખુટતી માળખાકિય સુવિધા" વિકસાવવામાં આવશે. જેની માટે પ્રત્યેક ગામદીઠ રૂ.50 લાખથી ત્રણ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરાશે. જેના કારણે આ ગામોનો વિકાસ થશે. ગ્રામજનોને પણ નવી સુવિધા મળી રહેશે.
બીજા વર્ષે અન્ય ગામડા" પણ ભાગ લઇ શકે
સ્માર્ટ વિલેજ યોજનાના પગલે સરપંચોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહયો છે. કયા કયા ગામોની પસંદગી થશે તેના પર સૌની નજર મંડાયેલી છે. સરકારે અન્ય ગામોમાં આ યોજનમાં જોડાઇ તેવી તૈયારી કરી છે. ત્રણ વર્ષમાં યોજનાને અસરકારક રીતે અમલી બનાવવાની હોવાથી જે ગામોની પસંદગી આનવર્ષે થઇ નથી. તેવા ગામો પણ બીજા વર્ષે પોતાના ગામની પસંદગી સ્માર્ટ વિલેજ તરીકે થાય તેની સ્પર્ધામાં ભાગ લઇ શકે છે.
ગામોની પસંદગી કેવી રીતે થશે
સ્માર્ટ વિલેજ કમિટિના સભ્ય રાજેશભાઇ રાણાએ જણાવ્યું હતું કે માર્કના આધારે ગામોની પસંદગી થશે. તાલુક કક્ષાએથી મુલ્યાંકન કરીને 85 માર્ક આપવામાં આવશે. જયારે બાકી રહેલા 15 ગુણ જિલ્લા કક્ષાની સ્માર્ટ વિલેજ કમિટી દ્વારા આપવામાં આવી હતી. રસ્તા,શૌચાલય,સફાઇ,પ્રાથમિક સુવિધા સહિતના મુદા"નો સમાવેશ થાય છે. આમ, કુલ 100 ગુણમાંથી સૌથી વધારે માર્ક આવતા હોય તેવા ગામોની પસંદગી કરાશે.
ચાર સભ્યોની સમિતિ નકકી કરશે ગામોના નામો
સ્માર્ટ વિલેજ સમિતિમાં કુલ ચાર વ્યકિત"નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પારડી બેંક "ફ બરોડાના માજી મેનેજર રાજેશ રાણા,મોટાપોંઢા કોલેજના માજી આચાર્ય બી.એન.જોષી , ડો.કાર્તિક બ્રદ્રા સહિત ચાર વ્યકિત"નો સમાવેશ થાય છે. આ સમિતિ જિલ્લાના પદાધિકારી" સાથે સંકલન કરી ગામોની યાદી તૈયાર કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો