તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં ડીજેના તાલ અને હર્ષોલ્લાસ સાથે 120 થી વધુ ગણેશજીનું વિસર્જન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડમાં શનિવારે શહેરના અડધાથી વધુ ગણેશ મંડળો દ્વારા ડીજેના તાલે ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું હતુ. જેમાં શહેર તેમજ આજુ બાજુના વિસ્તારો મળી કુલ 120 થી વધુ ગણેશ પ્રતિમાઓનું વસર્જન ઔરંગા નદીમાં કરવામાં આવ્યું હતુ. જેમાં શહેરીજનો આનંદોલ્લાસ સાથે જોડાયા હતા. આ વર્ષના વિસર્જનમાં સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જાગૃતિ વગેરેના સૂત્રો વાળા બેનર થકી સમાજ જાગૃતિનો પ્રયાસ કરાયો હતો.
વિસર્જનમાં અનેક પ્રેરણાદાયી સૂત્રો સાથે સમાજ જાગૃતિના દ્રશ્યો સર્જાયા
વલસાડ શહેર પોલીસમાં નોંધાયેલા 50 જેટલા મોટા મંડળ અને 70 જેટલા નાના મંડળોના ગણેશજીનું વિસર્જન શનિવારે કરવામાં આવ્યું હતુ. આ વિસર્જન આઝાદ ચોકથી એમજી રોડ, વીપી રોડ, બંદર રોડ થઇ ઔરંગા નદી પર પહોંચ્યું હતુ. ઔરંગા નદી કિનારે પાલિકાના ક્રેન વડે મોટા ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. જ્યારે નાની પ્રતિમાઓનું વિસર્જન જીપીસીબી અને પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા નાના કૃત્રિમ કુંડમાં કરવામાં આવ્યું હતુ. વલસાડમાં નિકળેલા આ ગણેશ વિસર્જનમાં નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી, ઉપ પ્રમુખ કૌશિક માકડિયા સભ્યો પ્રવિણભાઇ કચ્છી, રમેશ ડેની, અગ્રણીઓમાં શૈલેષ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગણેશ મંડળોનું સ્વાગત કર્યું હતુ.
280 પોલીસ કાફલો વિસર્જનમાં ખડકાયો
વલસાડમાં ગણેશ વિસર્જનમાં 280 જેટલા પોલીસ કર્મીઓનો કાફલો ખડકાયો હતો. જેમાં 1 ડીવાયએસપી, 2 પીઆઇ, 14 પીએસઆઇ, 120 પોલીસ કર્મીઓ, 9 મહિલા પોલીસ અને 134 હોમગાર્ડે ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો.
( તસવીર - ચેતન મહેતા )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો