તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડી વિધાનસભામાં 100 ખાનગી શિક્ષકોના ચૂંટણી ઓર્ડર રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી: સમગ્ર રાજયમાં  સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સ્ટાફને ચૂંટણી કામગીરી નહિ સોંપવા અંગે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરવા માટેની સૂચના ગુજરાત રાજયના મુખ્ય ચૂંટણી કમિશનરે આદેશ આપ્યાં છે. જે અંતગર્ત પારડી વિધાનસભા પર કુલ 100 જેટલા વાપી અને પારડીની ખાનગી સ્કુલ,કોલેજના શિક્ષકોના ચૂંટણીના ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યાં છે. જેના કારણે શિક્ષકોને મોટી રાહત મળી છે.


હાઇકોર્ટના હુકમ મુજબ ખાનગી સ્કૂલો અને કોલેજો કે જેઓ નોન ગ્રાન્ટેડ છે અને સરકાર તરફથી કોઇપણ પ્રકારની સહાય મેળવતી નથી તેવી ખાનગી સંસ્થાઓના ટીચિંગ અને નો ટીચિંગ સ્ટાફને ચૂંટણી આયોગ દ્વારા કોઇપણ પ્રકારની ચૂંટણી કામગીરી સોંપી શકાશે નહિ.જ્યાં ફરજો સોંપવામાં આવી હશે, તેના હુકમો તાત્કાલિક રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને લઇ ચૂંટણી અધિકારીઓ દ્વારા આવા સ્ટાફને રાજયના કોઇપણ સ્થળે ચૂંટણી અંગેની ફરજો સોંપવામાં આવે નહિ તેની તકેદારી રાખવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.


વાપી શહેર તથા પારડી તાલુકાની ખાનગી શાળાઓના 100થી વધારે શિક્ષકોને ચૂંટણી લક્ષી કામગીરી સોંપવામાં આવી હતી, હાઇકોર્ટના ઓર્ડર બાદ હવે તમામ શિક્ષકોના ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યાં છે.


નિયમોનું પાલન કરવામાં આવ્યું છે


પારડી વિધાનસભામાં 30 જેટલી ખાનગી શાળા-કોલેજોમાંથી શિક્ષકોને ચૂંટણીની જવાબદારી સોંપાઇ હતી. ચૂંટણીપંચના આદેશ મુજબ 100 જેટલા ખાનગી શાળાના શિક્ષકોના ઓર્ડર રદ્ કરવામાં આવ્યાં છે. નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. - વી.સી.બાગુલ ,ચૂંટણી અધિકારી, 180 પારડી વિધાનસભા

અન્ય સમાચારો પણ છે...