તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડીની કંપનીમાં 10 લાખના કોપર વાયર ચોરાયા, પરિયામાં 2 ચોરીના પ્રયાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પારડી: પારડી શહેરમાં પારડી જીઆઈડીસીની એક કંપનીમાં સોમવારની રાત્રિએ કેટલાક અજાણ્યા ઇસમોએ કંપનીના પાછળના ભાગેના ગેટ તોડી અંદર પ્રવેશ કરી રૂપિયા 10 લાખના માલ સામાનની ચોરી કરી ભાગી છૂટયા હતા. જ્યારે પારડી તાલુકાના પરીયા ગામે 2 દુકાનોમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. એક જ રાતમાં પારડી તાલુકાના 3 સ્થળોએ ચોરીના બનાવોને લઈ લોકોમાં પણ દરનો માહોલ જોવા મળી રહ્યો છે.
સોમવારે કંપનીમાં રજા હોવાથી કર્મચારીઓ ગેરહજાર હતા

રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલીંગના અભાવે ચોરીના બનાવો વધ્યા છે. પારડી જીઆઈડીસીમાં આવેલીએ 1/19માં ગ્લોબ સ્કોટ મોટર્સ પ્રા. લી. મોટર બનાવવાના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે સોમવારે કંપનીમાં રજા હોવાથી કર્મચારીઓ ગેરહજાર હતા સોમવારની રાત્રિએ કેટલાક અજાણ્યા ઇસમોએ કંપનીના પાછળના ભાગથી પ્રવેશ કર્યો હતો. કંપનીનો ગેટ તોડી કંપનીમાં પડેલો કોપર વાયર અને પટ્ટી 2055 કિલો કિમત 10 લાખ લઈ નાસી છૂટયા હતા સવારે કર્મચારીઓને આ ઘટનાની જાણ થતાં પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એમ સંઘાડા સ્થળ પર પહોચી જરૂરી તપાસ હાથ ધરી હતી.
ચોરીના બનાવમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે

પોલીસ સ્થળ પર પહોચતા મીડિયા કર્મીઓ પણ કવરેજ માટે સ્થળ પર પહોચ્યા હતા પરંતુ કંપનીના ગેટ પરથી મીડિયા કર્મીઓને પ્રવેશવાની ના પાડી દીધી હતી તો તેની સાથે પીએસઆઈ સંઘાડા પણ મીડિયાને જોતાં ની સાથે જ આકળાયા હતાં. જેને લઈ આ ચોરીના બનાવમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે કારણ કે આ ચોરીમાં કોઈ જાણ ભેદુ જ હોવાનું કહેવાય છે. જ્યારે પારડી તાલુકાના પરીયા ગામે ક્રીષ્ણાભાઈની આવેલી વેડલિંગની દુકાન અને મીનાબેનની ચ્હાની દુકાનમાં ચોરીનો પ્રયાસ તસ્કરોએ કર્યો હતો પરંતુ હાથ કઈ લાગ્યું ન હતું પરિયા ગામમાં દર ચોમાસે ચોરીના બનાવો બને છે પોલીસ આ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરે એવિ માંગ ગામ જનો કરી રહ્યા છે.
ચોરીની ફરિયાદ નોધતા આઠ ક્લાક થયા
પારડી જીઆઈડીસીની કંપનીમાં રાત્રે એક કલાકે ચોરી થઈ હતી તસ્કરો એ સૌ પ્રથમ સીસીટીવી કેમેરા ઉચકી અંદર પ્રવેશ કર્યો હતો આ દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ છે પોલીસે જેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે પરંતુ આ કેશમાં પોલીસને ચોરીની ફરિયાદ નોધતા આઠ ક્લાક લાગ્યા હતા પોલીસે ક્યાં કારણે ચોરીની ફરિયાદ નોધવામાં વિલબ કર્યો તે સવાલ સૌના મનમાં ઉઠી રહ્યો છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો