• Gujarati News
  • ભાસ્કરન્યૂઝ. વલસાડ વલસાડનાડુંગરી નજીકના છરવાડા ગામના જિજ્ઞેશ મોહન

ભાસ્કરન્યૂઝ. વલસાડ વલસાડનાડુંગરી નજીકના છરવાડા ગામના જિજ્ઞેશ મોહન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાસ્કરન્યૂઝ. વલસાડ

વલસાડનાડુંગરી નજીકના છરવાડા ગામના જિજ્ઞેશ મોહન કોળી પટેલના મિત્રના પિતા જગદીશને પીધેલી હાલતમાં વલસાડ િસટી પોલીસે પકડયા હોવાથી તેઓના જામીન માટે તેના પિતા સાથે મોટરસાયકલ નં. જીજે-૧પ-એન-૬૩૦૬ પર આવી રહ્યો હતો. ત્યારે વલસાડના લીલાપોર કોસ્ટલ હાઈવે પરથી પસાર થતી વેળા સામેથી એક કરીઝમા મોટરસાયકલ નં. જીજે-૧પ-એએમ-૬૮૦૪ પર ચાલક તેમની પત્ની સાથે આવી રહ્યો હતો. ત્યારે કરીઝમાના ચાલકે આગળ જઈ રહેલી અન્ય એક મોટર સાયકલને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા બં્ને બાઈક ધડાકાભેર ભટકાઈ હતી. જેમાં જિજ્ઞેશના પિતા મોહનભાઈ દૂર ખાડામાં ફંગોળાયા હતા. જયારે સામેની મોટરસાયકલનો ચાલક અને તેની પત્નીને પણ વધુ ઈજા પહોંચી હતી. પિતાનો જીવ બચાવવા માટે પુત્ર જિજ્ઞેશે રસ્તામાંથી પસાર થતી રિક્ષાને અટકાવી પિતાને સારવારઅર્થે લોટસ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જયારે કરિઝમાના ચાલક અને તેની પત્નીને ૧૦૮ મારફત લોટસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાનનું તેમનું મોત નિપજયું હતું.

પિતાના મોતને પગલે પરિવારજનોમાં શોકની કાલીમા પ્રસરી ગઈ હતી. બનાવ અંગે પુત્ર જિજ્ઞેશ પટેલે રૂરલ પોલીસ મથકે કરીઝમાના ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બે બાઈક અથડાતા, એકનું મોત, ત્રણ ઘાયલ