• Gujarati News
  • વલસાડની શાળાના આચાર્યાએ વિદ્યાર્થીનું નામ કમી કરતા વિવાદ

વલસાડની શાળાના આચાર્યાએ વિદ્યાર્થીનું નામ કમી કરતા વિવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડનીRM & VM હાઇસ્કુલમાં ધો.11 સાયન્સના વિદ્યાર્થીને આચાર્યા દ્વારા નામ કમી કરવાનાં મુદ્દે ગુરુવારે DEO અને કલેકટરને રજૂઆત કરી છે. જો કે, િવદ્યાર્થી છેલ્લા કેટલાક સમયથી નિયમિત ગેરહાજર અને પ્રેક્ટીલના પિરીયડ ભર્યા હોવાનું કારણ સંચાલકોએ સૂચવ્યું છે.

મોગરાવાડીમાં રહેતા જયસિંગભાઇ જીતેન્દ્રસિંગ ઠાકોરની રજૂઆતમાં મુજબ પિતા જીતેન્દ્રસિંગનું અવસાન બાદ નાના ભાઇ ઉધમસિંહને RM & VM દેસાઇ વિદ્યાધામ હાઇસ્કુલમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે. જેને થોડા દિવસો અગાઉ માથાનો દુઃખાવો થતા પાંચથી દિવસ શાળામાં જઇ શકયો હતો. જેથી તેને આર્ટસમાં જવા માટેનું દબાણ અપાતું હતું. દરમિયાન શાળાના આચાર્યા દ્વારા 10 સપ્ટેમ્બરના ઉધમસિંહના મૃત્યુ પામેલા પિતા જીતેન્દ્ર સિંગના નામે એક પત્ર લખી જણાવ્યું કે ઉધમસીંઘ શાળામાં સતત ગેરહાજર રહે છે અને એકપણ પ્રેકટીકલ આપ્યો નથી. વારંવાર ફોન દ્વારા જાણ કરવા છતાં ખરાબ પરિણામ માટે આપ જવાબદાર રહેશો. જેથી વિદ્યાર્થી ઉધમસિંહનું નામ કમી કરાય છે, એવો પત્ર પાઠવતા મોટાભાઈના હોશ ઊડી ગયાહતા. જેથી તેણે ઉચ્ચ કક્ષાએ ન્યાય માટે રજૂઆત કરી છે.ને વાંચી વિદ્યાર્થીના મોટા ભાઇ જયસીંગ ઠાકોરએ ઉપરોકત મુદ્ે શિક્ષણ વિભાગ તાત્કાલીક તપાસ હાથ ધરે અને વિદ્યાર્થીનું કેરીયર બગડે તેવા પગલા લેવાની માંગણી પણ કરવામાં આવી છે.

વિદ્યાર્થી અનિયમિત રહેતા પગલું લીધું

ઘટનાઅંગે આચાર્યા રેખાબેન શર્મા દ્વારા મને કોઇ જાણ કરી હતી. ગુરુવારે આચાર્યાએ જણાવ્યું કે વિદ્યાર્થી અનિયમિત રહેતો હોય તેનું નામ કમી કર્યું છે. વિદ્યાર્થીને અન્યાય થાય અને તેનું શિક્ષણ બગડે તે પ્રકારે નિર્ણય લેવાશે. DEO કચેરી જે આદેશ કરશે તેનો અમલ કરાશે. > વિનોદચંદ્રદેસાઇ, સંચાલક.

વિદ્યાર્થીનું શિક્ષણ બગડે તેવા પગલા લેવાશે

ગુરૂવારેહું ગાંઘીનગર મિટીંગમાં હતો, એટલે વિદ્યાર્થીનું નામ કમી કરવાની મને સંપૂર્ણ માહિ‌તી નથી. છતાં શુક્રવારે ઉપરોકત ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને વિદ્યાર્થીનું શિક્ષણ અને વર્ષ બગડે તેવા પ્રયાસ કરવામાં આવશે. > એમ.એલ.રત્નુ,શિક્ષણઅધિકારી.શાળા દ્વારા વિદ્યાર્થીને પત્ર લખી શાળામાંથી નામ કમી કરવાના મુદ્ે શું કાર્યવાહી થશે,ના પ્રશ્રના જવાબમાં તેમણે જણાવ્યુકે ઘટનાની પુરી વિગતો મેળવ્યા બાદ કાર્યવાહી અંગે નિર્ણય લઇ શકાશે.

RM & VM શાળાના આચાર્યા અને 11 સાયન્સના વિદ્યાર્થી સામસામે