રાકેશ પટેલ.ડુંગરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાકેશ પટેલ.ડુંગરી

વલસાડતાલુકાનાં ડુંગરી વિસ્તારના 7 હજારની વસ્તી ધરાવતા ગામ નાની દાંતી મોટી દાંતી ખાતે ગ્રામ પંચાયતની બેદરકારીના પગલે છે લ્લા 15 વર્ષથી 10 દિવસમાં માત્ર એકવાર માત્ર 30 મિનિટ ાપણી આપવામાં આવતુ હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે.કાંઠા વિસ્તારોમાં વિકાસ થયો હોવાનું જણાવતા તાલુકાના રાજકારણીઓ માટે ઉપરોકત ઘટના તમાચા પડવા સમાન છે. ગ્રામજનોએ પીવાના પાણીની સમસ્યાને લઇ ગ્રામજનો માટે પોતાની જીવા દોરી તકાવી રાખવા માટે 5.કીમીથી વધુ અંતરકાપી દાંડી-કકવાડી સુધી કુવાએ પીવાના પાણી લેવા જવાની ફરજ પડી રહી છે.જેને લઇ ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

વલસાડ તાલુકાનાં ડુંગરી કાંઠાવિસ્તારના અંતરિયાળ ગામો માંથી વધુ વસ્તી ધરાવતા ગામ નાની દાંતી-મોટી દાતી ગામ ખાતે છેલ્લા 15 વર્ષથી પીવાના પાણી 10 દિવસમાં એક વખત પંચાયત દ્વારા આપવમાં આવેછે,પરંતુ તે માત્ર 30 મિનીટ પુરતુ પાણી આપવામાં આવી રહ્યુ છે.જયારે બન્ને ગામ વચ્ચે 900 થી વધુ નળ ક્નેશન પંચાયત દ્વાર ઘર દીઠ આપવામાં આવ્યા છે.જયારે માલવણ ગામના તળાવમા આરો પલાન્ટના માથી પોહ ચાડાતા પાવાના પાણીની મોટી મેઇન લાઇન માંથી પંચાયતના સભ્યો દ્વારા 50 થી વધુ ભુતીયા કનેકશન ગેરકાયદેસર લગાવી દઇ પોતાના ઘર માટે મુકવામાં આવેલ નળ કનેકશનમાં 24 કલાક પુરતુ પીવાના પાણી આવતુ હોય છે.જયારે ગ્રામજનો માટે 10 દિવસમાં એક દિવસ અને તે પણ ફકત 30 મિનીટ માટે પાણી આપવામાં આવતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.